ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આતંકવાદીઓ બે કારમાં આવ્યા હતા હજુ એક રાજધાની દિલ્હીમાં ફરે છે

05:35 PM Nov 12, 2025 IST | admin
Advertisement

દિલ્હી કાર બ્લાસ્ટ ઘટનાની તપાસનો ધમધમાટ ચાલે છે. બ્લાસ્ટ્ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે દિલ્હીમાં વધુ એક શંકાસ્પદ આતંકવાદી હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. મસ્જીદ પાર્કિંગમાં અને ઘટના સ્થળની નજીક લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા આ બાબતનો ખુલાસો થયો છે.

Advertisement

એક આતંકવાદી દિલ્હી રજીસ્ટ્રેશન નંબરવાળી લાલ ઇકો સ્પોર્ટ કારમાં ફરી રહ્યો છે. જેને પગલે દિલ્હી પોલીસ સહિત રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચ્યો છે. આ તપાસ સામે આવતાં સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ મૂકવામાં આવ્યું છે. તમામ વીવીઆઈપી, ઐતિહાસિક અને બજાર સ્થળો, ખાસ કરીને ભીડવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે.દિલ્હી પોલીસના વરિષ્ઠ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરીદાબાદમાં પોલીસ કાર્યવાહી બાદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ મોડ્યુલના શંકાસ્પદો બે કારમાં દિલ્હી પહોંચ્યા હતા.

હરિયાણા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી એક કાર વડે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી કાર હજુ પણ દિલ્હીમાં સરેઆફ ફરી રહી છે. લાલ રંગની ઈકો સ્પોર્ટ્સ કારનો રજિસ્ટ્રેશન નંબર DL-10 CK 045 છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને કાર એકસાથે દિલ્હી આવીને ચાંદની ચોક પાર્કિંગમાં પણ સાથે હતી. આ કારનો શંકાસ્પદ વ્યક્તિ આઇ-20 કારમાં શંકાસ્પદો સાથે વાત કરી હતી. બંને કાર બદરપુર બોર્ડરથી એકસાથે દિલ્હીમાં પ્રવેશીને ચાંદની ચોક અને લાલ કિલ્લાની આસપાસ એકસાથે ફરતી હતી.દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે મંગળવાર મોડી રાત સુધી કાર કે તેમાં રહેલા શંકાસ્પદો વિશે કોઈ કડી મળી નથી. હાલ સમગ્ર દિલ્હીમાં નાકાબંધી ગોઠવી વાહનોની તપાસ શરૂૂ કરવામાં આવી હતી. અધિકારીએ એમ પણ કહ્યું કે, બોમ્બ વિસ્ફોટ નજીક મળેલા બે કારતૂસ પોલીસના નહોતા એટલે દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વધુ ચિંતિત છે.

Tags :
delhidelhi blastindiaindia newsterrorists
Advertisement
Next Article
Advertisement