વિકેટકીપિંગના સ્થાન માટે ટી-20 વર્લ્ડ કપના દરવાજા પંત માટે ખુલ્યા
રિષભ પંત આઈપીએલ 2024થી સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. 17મી સીઝન 22 માર્ચથી શરૂૂ થશે. વિકેટકીપર રિષભ પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. તેનું ડિસેમ્બર 2022માં ભયાનક કાર એક્સિડેન્ટ થયું હતું. તેણે છેલ્લા 15 મહિનામાં વાપસી માટે ખુબ મહેનત કરી છે. પંત આઈપીએલ સિવાય ટી20 વિશ્વકપ 2024માં પણ રમી શકે છે, જેનું આયોજન જૂનમાં થશે.
બીસીસીઆઈ સચિવ જય શાહે પીટીઆઈને કહ્યું- પંત સારી બેટિંગ કરી રહ્યો છે. તે કીપિંગ પણ સારી કરી રહ્યો છે. અમે તેને જલ્દી ફિટ જાહેર કરીશું. જો તે ટી20 વિશ્વકપ રમી શકે તો તે અમારા માટે મોટી વાત હશે. તે એક મહત્વનો ખેલાડી છે. જો પંત કીપિંગ કરી શકે તો તે વિશ્વકપમાં રમી શકે છે. જોઈએ આઈપીએલમાં કેવું પ્રદર્શન કરે છે. નોંધનીય છે કે કાર અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. તેના ઘુંટણમાં ઈજા થઈ હતી. ત્યારબાદ સર્જરી કરાવી હતી. દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગે તાજેતરમાં પંતની ફિટનેસ પર અપડેટ આપ્યું હતું. તેણે આઈસીસી રિવ્યૂમાં કહ્યું કે પંતે નેશનલ ક્રિકેટ એકેડમીમાં વિકેટકીપિંગ શરૂૂ કરી દીધી છે. તેમણે કહ્યું- આ એક મોટો નિર્ણય છે જે અમારે લેવો પડશે કારણ કે જો તે ફિટ છે.