For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અષાઢના આરંભે શેરબજારને શૂરાતન, સેન્સેકસમાં 951, નીફટીમાં 285નો ઉછાળો

05:00 PM Jun 26, 2025 IST | Bhumika
અષાઢના આરંભે શેરબજારને શૂરાતન  સેન્સેકસમાં 951  નીફટીમાં 285નો ઉછાળો

અમેરિકાનો ફુગાવો - વ્યાજ દર ઘટવાની આશાએ ટેમ્પરરી તેજીનો માહોલ

Advertisement

નિફ્ટી 25,168અંકે ખૂલ્યો પોઝિટીવ ગ્લોબલ સંકેત વચ્ચે શેરબજારની શરૂૂઆત તેજી સાથે થઇ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ +347.82 પોઇન્ટના વધારા સાથે 83,103.33 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી +117.70 પોઇન્ટના વધારા સાથે 25,362.45 અંક પર ખૂલ્યો. બપોરે ત્રણ કલાકે સેન્સેકસ 951 અંકના વધારા સાથે 83707 પર ટ્રેડ થયો હતો જયારે નીફટી 294 અંકના વધારા સાથે 25,539 પર ટ્રેડ થઇ હતી.

વૈશ્વિક સ્તરે ગુરુવારે એશિયા-પેસિફિક બજારોની મિશ્ર શરૂૂઆત થઈ. રોકાણકારો ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે. જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.98% વધ્યો છે જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ 0.48% વધ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.51% ઘટ્યો અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.11% ઘટ્યો.

Advertisement

યુએસ બજારો વિશે વાત કરતા ફેડના ચેરમેન જેરોમ પોવેલે સેનેટ સમક્ષ જુબાની દરમિયાન પુનરોચ્ચાર કર્યો કે જો ફુગાવો કામચલાઉ સાબિત થાય તો વ્યાજ દરમાં ઘટાડો શક્ય છે, જોકે તેમણે કોઈ સમયરેખા સૂચવી ન હતી. ટ્રમ્પ વહીવટીતંત્ર સતત ફેડ પર દર ઘટાડા માટે દબાણ કરી રહ્યું છે. બુધવારે રાત્રે યુએસ બજારો હળવા અસ્થિર હતા. જઙ 500 0.31% ના વધારા સાથે 19,973.55 પર નજીવા ઘટાડા સાથે બંધ થયો હતો જ્યારે ડાઉ જોન્સ 0.25% ઘટીને 42,982.43 પર બંધ થયો હતો હવે રોકાણકારો અમેરિકાના પ્રથમ ક્વાર્ટરના ૠઉઙ ભાવ સૂચકાંકના અંતિમ ડેટા અને સાપ્તાહિક રોજગારીના દાવાઓના ડેટા પર નજર રાખી રહ્યા છે જે બજારની આગામી ચાલને અસર કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement