સપ્તાહના છેલ્લા દિવસે પણ શેરબજારમાં મંદી છવાયેલી રહી
05:23 PM Feb 21, 2025 IST | Bhumika
ગુજરાત મિરર, મુંબઇ,તા.21-ભારતીય શેર બજારમાં આજે ફરી મંદી છવાયેલી રહી હતી. સેન્સેકસ ગઇકાલના બંધ આંકથી 600થી વધુ અને નીફટી ગઇકાલના બંધથી 193 પોઇન્ટ એક તબક્કે તુટયા હતા. કામકાજના છેલ્લા અડધા કલાકમાં સેન્સેકસ 400થી વધુ અને નિફટી 119 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યા હતા. છેલ્લા બે દિવસમાં નિફટી મીડકેપમાં સુધારાનું વલણ જોવા મળ્યું હતું. પરંતુ આજે ફરી એમાં 650 પોઇન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. ટ્રમ્પની ટેરીફ નીતીનો ડર અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીથી ટ્રેડરો સાવચેતીનું વલણ અપનાવી રહ્યા છે. એકમાત્ર મેટલ ઇન્ડેકસમાં હરીયાળી જોવા મળી હતી. આમ વધુ એક સપ્તાહ મંદીનું રહ્યું હતું.
Advertisement
Advertisement