શેરબજારમાં નવા ઓલ ટાઇમ હાઇ નોંધાયા
ઈંઝ શેરોની આગેવાનીમાં સેન્સેક્સમાં 996 પોઇન્ટનો વધારો અને નિફટી 24,500ને પાર
મેઘ મહેરની જેમ શેરબજારના રોકાણકારો પર તેજીની મહેર જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ફરી ઓલટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 થયો છે. નિફ્ટી પણ 24500નું લેવલ ક્રોસ કરી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી છે. બપોરે ત્રણ વાગ્યે સેન્સેકસ 80,514 અને નિફટી 24,510 આસપાસ ટ્રેડ થઇ રહી છે. સેન્સેક્સ સવારે ખૂલતાંની સાથે જ 397.35 પોઈન્ટના ઉછળ્યો હતો. રોકાણકારોની મૂડી રૂૂ. 2.75 લાખ કરોડ વધી છે.
11.10 વાગ્યે સેન્સેક્સ 752.13 પોઈન્ટ ઉછળી 80949.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 231.75 પોઈન્ટ ઉછળી 24547.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડકેપ સેગમેન્ટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં મીડકેપ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂૂ થઈ ચૂકી છે. ગઈકાલે દેશની ટોચની આઈટી કંપની ટીસીએસના જૂન ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા હોવાથી આજે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ટીસીએસનો શેર આજે 4.20 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હવે ઈન્ફોસિસના પરિણામ પર નજર રાખતાં આજે ઈન્ફોસિસના વોલ્યૂમ વધ્યા હતા.
વરસાદ સારો રહેવાના સંકેત સાથે ગ્રામીણ માગ વધવાનો આશાવાદ છે. જેના પગલે એફએમસીજી અને ઓટો શેર્સમાં ખરીદી વધી છે. એનર્જી, એફએમસીજી, આઈટી, ટેક્નોલોજી ઈન્ડેક્સ1 સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં આજે ઓટો, હેલ્થકેર, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ, પાવર, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
આજે ટોંચની ઈન્ફોર્મેશન કંપનીઓમાં મોટા ઉછાળા જોવા મળ્યા હતા. ગઈકાલે અગ્રગણ્ય ટાટા કોમ્યુનિકેશન સિસ્ટમના શાનદાર પરિણામોને બદલે આજે ટીસીએસનો શેરનો ભાવ 4000ને પાર બોલાયો હતો. આ ઉપરાંત વિપ્રો એચસીએલ ટેકનોલોજી અને ટેક મહિન્દ્રાના શેરના ભાવ પણ 3%થી પણ વધુ ઉછળ્યા હતા.વિપ્રોનો શેરનો ભાવ 553, એચસીએલ ટેકનોલોજીનો શેરનો ભાવ 1556 અને ટેક મહિન્દ્રાના શેરનો ભાવ 1501 સુધી બોલાયા હતા. આજે મેટલના શેરમાં હિન્દાલકો ઉપરાંત એસિયન પેઈન્ટ સહિતના અમુક હેવી વેઈટ શેરોમાં અડધા ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.