શેરબજારને ઇર્ષાળુની નજર લાગી, નહીં તો આમ ન હોય!
- સેન્સેકસ- નિફટીએ નવો હાઇ બનાવ્યા પછી 7 દિવસમાં રોકાણકારોના 21 લાખ કરોડ ડૂબ્યા
શેરબજારમાં નવો ઓલ ટાઈમ હાઈ બન્યો, રોકાણકારો પર પૈસાની વર્ષા થઈ અને પછી બજાર તૂટવાના સમાચાર આવ્યા. ઉપલા સ્તરેથી વેચવાલીથી મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરને સૌથી વધુ નુકસાન થયું. જો સેક્ટોરલ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો તેમાં રિયલ્ટી, ફાર્મા, મેટલ, ઓટો અને અન્યનો પણ સમાવેશ થાય છે. ડિફેન્સ, શિપિંગ અને રેલવે શેર્સમાં પણ મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.
7 માર્ચથી 13 માર્ચ સુધીના ડેટા અનુસાર રોકાણકારોને લગભગ 21 લાખ કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. બજારમાં ચાલી રહેલી ભારે વેચવાલીમાં મિડ-સ્મોલકેપ સેક્ટર અગ્રેસર છે. તો શું મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં બમ્પર તેજીનો બબલ ફૂટ્યો છે?
13 માર્ચે બજારમાં ભારે વેચાણ નોંધાયું હતું. સારા વૈશ્વિક સંકેતો અને ફુગાવાના દરમાં ઘટાડા છતાં મુખ્ય સૂચકાંકો 5-6 ટકા ઘટ્યા હતા. 23 જાન્યુઆરી, 2024 પછી પ્રથમ વખત, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો નોંધાયો હતો. ખાસ વાત એ છે કે છેલ્લા 35 ટ્રેડિંગ સેશનમાંથી 25માં ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે.
8મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીના મિડકેપ શેરમાં થયેલા ઘટાડાના ડેટા પર નજર કરીએ તો એવું લાગે છે કે ટ્રેડર્સના ફેવરિટ શેર્સ પર નજર લાગી ગઈ છે. ઙફુળિં, ગઇંઙઈ, ઈંછઋઈ, ઋઅઈઝ જેવા શેર 20 ટકાથી વધુ તૂટ્યા છે. જ્યારે પીબી ફિનટેક, એપીએલ એપોલો ટ્યુબ્સ, ટાટા કેમિકલ્સ અને અન્ય શેરોએ 16 ટકા સુધીનો વધારો નોંધાવ્યો છે.
મિડકેપની સાથે સ્મોલકેપ સેક્ટરની હાલત પણ ખરાબ છે. નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સે 12 ફેબ્રુઆરી, 2024 પછીનો સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો નોંધ્યો છે. છેલ્લા 22 ટ્રેડિંગ સેશનમાંથી 15માં ઇન્ડેક્સ નેગેટિવ હતા. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 8 ફેબ્રુઆરીના રેકોર્ડ સ્તરથી 14% ઘટ્યા છે.નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સમાં સમાવિષ્ટ શેરોમાં, આઈ આઈ એફએલ ફિન, એસજેવીએન, એનબીસીસી ઈન્ડિયા જેવા ટ્રેડર-ફ્રેન્ડલી શેરોમાં 8 ફેબ્રુઆરીથી લગભગ 35 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ગફભિંજ્ઞ ઙવફળિફ, ઊંઊઈ ઈંક્ષિં અને ૠહયક્ષળફસિ ઙવફળિફએ માત્ર 10 ટકાનો વધારો નોંધાવ્યો હતો.
શેરબજારમાં ઉપરી સ્તરેથી વેચવાલીને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. માત્ર 4 ટ્રેડિંગ સેશનમાં 21 લાખ કરોડ રૂૂપિયાનું નુકસાન થયું છે. ઇજઊ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂૂ. 371.21 લાખ કરોડ થયું છે, જે 7 માર્ચે બજાર બંધ થયા પછી રૂૂ. 392.81 લાખ કરોડ હતું. ખાસ વાત એ છે કે આ સમયગાળા દરમિયાન પ્રથમ વખત નિફ્ટીએ 22,526 અને સેન્સેક્સ 74,245ના રેકોર્ડ સ્તરને સ્પર્શ કર્યો હતો, જે નવો ઓલ ટાઈમ હાઈ પણ છે.