ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અડધા આકાશનો અવાજ

10:53 AM Aug 30, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

આજના યુગમાં સ્ત્રીઓ રસોડાથી બહાર નીકળીને અંતરીક્ષ સુધી, રમતગમતથી લઈને વ્યવસાય સુધી, આટલું જ નહીં પરંતુ રાજકારણથી લઈને સંશોધન ક્ષેત્રે પણ પોતાની કાબેલિયત અને આત્મવિશ્વાસના જોરે હર કદમ આગળ માંડી રહી છે. આમ છતાં પણ અસમાનતા અને સ્ત્રી પ્રત્યેના ભેદભાવ હજુ પણ ઘણી જગ્યાઓ પર, ખાસ કરીને ગામડાઓમાં કે અભણ લોકોમાં વધુ જોવા મળે છે. સ્ત્રી સમાનતા એટલે માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક ક્ષેત્રે અવસર અને આદરની ભાવના પણ જરૂૂરી છે. અડધા આકાશનો ભાર પોતાના ખભા પર સંભાળતી સ્ત્રીઓને સમાન અધિકારો મળવા કે અવકાશ મળવો એ સમાજના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે.

દર વર્ષે 26 ઓગસ્ટના રોજ Women’s Equality Day ઉજવાય છે, એટલે કે સ્ત્રી સમાનતા દિવસ તરીકે ઉજવાયો. સૌ પ્રથમ આ દિવસ ઉજવવાની શરૂૂઆત અમેરિકામાં થઈ હતી. અમેરિકાની મહિલાઓને આ દિવસથી મતદાનનો હક મળ્યો. આજે આ દિવસ માત્ર મતદાનના હક પૂરતો સિમિત ના રહેતા દરેક ક્ષેત્રે સમાન અવકાશ મળે એ અર્થે સરકાર પણ પૂરતી જહેમત ઉઠાવી રહી છે. ખાસ તો સ્ત્રીઓએ પોતે જ આ માટે ઘણાં પડકારજનક સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. એક સ્ત્રી હોવાની કિંમત ઘણાં ક્ષેત્રમાં પોતે ચૂકવતી આવી છે અને હજુ પણ ચૂકવે જ છે.

સમાજનો અડધો હિસ્સો સ્ત્રીઓનો જ છે, છતાં પણ આ હિસ્સો આપવા પુરુષો તૈયાર નથી. આજના યુગમાં નાનપણથી દીકરો, દીકરી અભ્યાસ તો સમાન કરશે જયારે અવસર સમાન મળતા નથી. ભારતભરમાં હજુ પણ દીકરાનું પ્રાધાન્ય વધુ જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતમાં આ ભેદભાવભર્યા વિચારો દરેક ઘરમાં હશે જ. બહુ ઓછા ઘરોમાં સમાનતાના દર્શન થશે. સ્ત્રીને ઘરકામના કાર્યમાં એટલી હદે વિટાળી દીધી છે કે એ ઝંઝીરમાંથી નીકળતા વર્ષો લાગી જશે. ઉપરાંત ગૃહકાર્યને નાનપ દેખાડતા લોકો વિદેશમાં હોંશે હોંશે આ કામ કરતા હોય છે. જયારે ઘરે આ કાર્ય કે કાર્ય કરનારને કોઈ મહત્ત્વ અપાતું નથી.

આજે શિક્ષણ, રોજગાર, રમતગમત કે વ્યવસાય ક્ષેત્રે સ્ત્રીઓએ જો ઝંપલાવવું હોય તો અતિ સંઘર્ષ કરવો પડે છે. માત્ર સમાનતાના હકો મળવાથી કંઈ નહીં વળે, જયારે સ્ત્રીની કાબેલિયત પર ઈર્ષા કરતા વાહ વાહ વધુ થશે ત્યારે સ્ત્રીઓને સમાનતા મળી ગણાશે. જે જે મહિલાઓને અવસર મળ્યો છે એ મહિલાઓએ સાબિત પણ કર્યું છે કે સ્ત્રી કોઈપણ ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડી જ શકે છે. જેમ કે, ઈન્દિરા ગાંધી, કલ્પના ચાવલા, ચંદા કોચર, સુષ્મા સ્વરાજ, લતા મંગેશકર, સુધા મૂર્તિ, સાઈના નેહવાલ, કિરણ બેદી, પ્રતિભા પાટીલ, મેરી કોમ, સરોજિની નાયડુ જેવી તો અનેક મહિલાઓએ વિશ્વ લેવલે પોતાના દમ પર ડંકો વગાડ્યો છે.

સ્ત્રીઓને સમાનતા આપવી એ માત્ર ન્યાયનો મુદ્દો જ નથી, પરંતુ દેશના વિકાસમાં પણ અત્યંત જરૂૂરી છે. સ્ત્રીઓને દરેક ક્ષેત્રે સંઘર્ષ વગર જ જો સમાન હક મળે તો સમાજ પણ વધુ મજબૂત અને સશક્ત બને. કારણ કે, દેશના મહાન પુરુષને જન્મ આપનાર પણ સ્ત્રી જ છે. યમરાજ પાસેથી પોતાના પતિને પાછો લાવનાર પણ સ્ત્રી જ છે. ગર્ભમાં જ સાત કોઠાને જીતતા શીખવનાર પણ એક સ્ત્રી છે. ઘરને મંદિર બનાવનાર પણ સ્ત્રી જ છે. આપણા ભારત દેશમાં તો સ્ત્રીઓ દેવી તરીકે પૂજાય પણ છે. દરેક પુરુષ સ્ત્રીને માત્ર સ્ત્રી તરીકે જુએ તો પણ સ્ત્રીનો ઉદ્ધાર થઈ શકે. પોતાની મર્દાનગી સાબિત કરવા સ્ત્રીઓનો ઉપભોગ કરનાર પુરુષ ક્યારેય સ્ત્રીની મહાનતા નહીં સમજી શકે.

સ્ત્રીને ઉપભોગનું સાધન માત્ર ના ગણતા તેની યોગ્યતા, આદર અને અવસર આપીને એનો માપદંડ કરવો જોઈએ. માત્ર આ દિવસની ઉજવણીથી નહીં, પરંતુ ઉગતી પાંખોને કાપ્યા વગર અવકાશ આપીશું ત્યારે જ ખરાં અર્થમાં સમાજ સશક્ત બનશે.

Tags :
indiaindia newswomenWomen’s Equality Day
Advertisement
Next Article
Advertisement