For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સચિન તેંડુલકરના રોકાણવાળી કંપનીના IPOએ માસ્ટર ક્લાસ બેટિંગ કરી

05:31 PM Dec 28, 2023 IST | Bhumika
સચિન તેંડુલકરના રોકાણવાળી કંપનીના ipoએ માસ્ટર ક્લાસ બેટિંગ કરી

સચિન તેંડુલકરની ઇન્વેસ્ટમેન્ટ કંપની આઝાદ એન્જિનિયરિંગે ગુરુવારે શેરબજારમાં સારી શરૂઆત કરી હતી. કંપનીના તાજેતરના IPOને બજારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
તે પછી, આજે આઝાદ એન્જિનિયરિંગના શેર બજારમાં લિસ્ટ થયા અને આ શેરે 37 ટકાના પ્રીમિયમ સાથે બજારમાં પ્રવેશ કર્યો. ગ્રે માર્કેટનો ટ્રેન્ડ સૂચવે છે કે શેરનું લિસ્ટિંગ સારા પ્રીમિયમ સાથે થઈ શકે છે. જો કે, આજે સવારે, લિસ્ટિંગ પહેલા, આઝાદ એન્જિનિયરિંગના જીએમપીમાં થોડો ઘટાડો થયો હતો અને તે 50 ટકાની નજીક આવ્યો હતો. બજાર ખુલ્યા પછી, તેનો હિસ્સો ગજઊ પર રૂ. 720ના ભાવે લિસ્ટ થયો હતો, એટલે કે તેને 37.40 ટકા પ્રીમિયમ મળ્યું હતું. આઝાદ એન્જિનિયરિંગનો IPO 20મી ડિસેમ્બરે ખોલવામાં આવ્યો હતો અને 22મી ડિસેમ્બર સુધી બિડિંગ માટે ખુલ્લો રહ્યો હતો. કંપનીએ IPOમાં રૂ. 499 થી રૂ. 524ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.

Advertisement

કંપનીના IPOના એક લોટમાં 28 શેર હતા. આ રીતે, રોકાણકારને IPOમાં બિડ કરવા માટે ઓછામાં ઓછા 14,672 રૂપિયાની જરૂર હતી. હવે લિસ્ટિંગ પછી એક લોટની કિંમત 20,160 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે IPO રોકાણકારોએ પ્રથમ દિવસે દરેક લોટ પર રૂ. 5,488 નો નફો કર્યો છે. સચિન પાસે કંપનીના ઘણા શેર છે. આઝાદ એન્જિનિયરિંગના IPOનું કુલ કદ રૂ. 740 કરોડ હતું. જેમાં રૂ. 240 કરોડના શેરના તાજા ઇશ્યુ અને રૂ. 500 કરોડના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકરે પણ કંપનીમાં પૈસા રોક્યા છે. સચિને માર્ચ 2023માં કંપનીમાં લગભગ 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

તેણે 3,423 રૂપિયા પ્રતિ શેરના દરે કંપનીના 14,607 શેર ખરીદ્યા હતા. સ્પ્લિટ અને બોનસ પછી હવે તેમની પાસે કંપનીના 3,65,175 શેર છે. આઝાદ એન્જિનિયરિંગ એ દાયકાઓ જૂની કંપની છે, જેની સ્થાપના 1983માં થઈ હતી, જે એરોસ્પેસ ઘટકો અને ટર્બાઈનનું ઉત્પાદન કરે છે. કંપનીના IPOને બજારમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને એકંદરે 83.04 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ચઈંઇ કેટેગરીમાં IPO સૌથી વધુ 179.64 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ગઈંઈં કેટેગરીમાં 90.24 ગણું અને રિટેલ કેટેગરીમાં 24.51 ગણું સબ્સ્ક્રિપ્શન હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement