CA ફાઇનલ અને ઇન્ટરની મે માસમાં લેવાયલ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાએ આજે 11મી જુલાઈ 2024ના રોજ ICAI CA ફાઈનલ, ઈન્ટરનું પરિણામ જાહેર કરી દીધું છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા તેઓ સત્તાવાર વેબસાઇટ icai.org, icai.nic.in પર જઈને તેમના રિઝલ્ટ ચેક કરી શકે છે. સ્કોર કાર્ડમાં વિદ્યાર્થીનું નામ, એનરોલ્મેન્ટ નંબર, પેપર વાઈઝ માર્ક્સ, ટોટલ માર્ક્સ અને રીઝલ્ટનું સ્ટેટસ જેવી માહિતી શામેલ હશે.
પરિણામ જાહેર થયા બાદ વેબસાઈટ ખોલવામાં ઘણી વાર મુશ્કેલી પડતી હોય છે, કારણ કે તે સમયે એક સાથે ઘણા વિદ્યાર્થીઓ વેબસાઈટ વિઝીટ કરતા હોય છે. તેથી, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ્સ icai.org, icai.nic.in અને icaiexam.icai.org પર ICAI CAફાઇનલ, ઇન્ટર પરિણામ ચેક કરી શકે છે.
CAઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરવા માટે, વિદ્યાર્થીઓએ દરેક પેપરમાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવવું ફરજિયાત છે. ઉપરાંત, કુલ માર્ક્સ 50 ટકા હોવા જોઈએ. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓએ બે વર્ષ માટે આર્ટિકલશિપ કરવાની રહેશે.
સીએ ઇન્ટર ગ્રુપ 1ની પરીક્ષા 3, 4 અને 5 મેના રોજ થઈ હતી. ગ્રુપ 2ની પરીક્ષા 11, 15 અને 17 મેના રોજ થઈ હતી. ઈઅ ફાઈનલ ગ્રુપ 1ની પરીક્ષા 2, 4 અને 8 મે 2024 ના રોજ થઈ હતી. અને ગ્રુપ 2 અને 3 ની પરીક્ષા 10, 14 અને 16 મે 2024 ના રોજ થઈ હતી. ઈઅ બનવા માટે, પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. આમાં સીએ ફાઉન્ડેશન, ઈન્ટરમીડિયેટ ગ્રુપ 1 અને ગ્રુપ 2ની પરીક્ષા અને ત્રીજા તબક્કામાં આર્ટિકલશિપ પાસ કરવી પડે છે.