ટેકાની કિંમત: બિહારને બખ્ખાં, આંધ્રપ્રદેશને બજેટમાં ઠેંગો
આ વખતે સામાન્ય બજેટમાં બિહારનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી બિહારને બજેટમાં ઘણી મોટી ભેટો મળી છે. ગ્રીન ફિલ્ડ એરપોર્ટથી લઈને IITપટનાના વિસ્તરણની પણ જાહેરાત કરાઈ છે. જો કે, ભાજપ સરકારના બીજા મુખ્ય ટેકેદાર આંદ્રપ્રદેશ માટે કોઈ મહત્વની જાહેરાત બજેટમાંક રાઈ નથી.
બજેટ 2025માં બિહાર માટે મહત્ત્વની જાહેરાતમાં બિહારના મિથિલાંચલમાં પશ્ચિમ કોસી નહેર એઆરએમ પ્રોજેક્ટ માટે સહાય પૂરી પાડવામાં આવશે. આનાથી 50 હજાર હેક્ટરથી વધુ ખેતી કરતા ખેડૂતોને ફાયદો થશે આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે બિહારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. IITપટનાની ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. આ ઉપરાંત બિહારમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે.
કોંગ્રેસે કહ્યું આ ભારતનું નહીં બિહારનું બજેટ
કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ કહ્યું કે આ ભારત સરકારનું બજેટ છે કે બિહાર સરકારનું બજેટ. બિહાર સિવાય બીજા કોઈ રાજ્યનું નામ સાંભળ્યું છે? જ્યારે તમે દેશના બજેટની વાત કરો છો તો તેમાં તમામ રાજ્યોને સામેલ કરવા જોઈએ. જેના પર સરકાર ચાલી રહી છે તેને બચાવવા માટે આખો દેશ દાવ પર લગાવવામાં આવ્યો હતો.