દેશમાં ગરીબીનો દર હવે 4.5%થી પણ નીચે
2011-12માં આ દર 24.7% હતો: શહેરો-ગામડાંઓ વચ્ચે માથાદીઠ વપરાશ વચ્ચેનો તફાવત પણ ઘટયો
એસબીઆઇએ એક સંશોધન અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં નાણાકીય વર્ષ 2023-24માં ભારતના ગ્રામીણ ગરીબીના ગુણોત્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર 2011-12માં તે 25.7 ટકા હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન શહેરી ગરીબીમાં પણ ઘટાડો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં તમામ સ્તરે ગરીબીનો દર હવે 4% થી 4.5% ની વચ્ચે હોઈ શકે છે.
આ ઉપરાંત ગ્રામીણ ખર્ચમાં વધારાને કારણે 2023-24માં ગ્રામીણ ગરીબી ઘટીને 4.86 ટકા થઈ છે, જે ગયા વર્ષે 7.2 ટકા અને 2011-12માં 25.7 ટકા હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં ગયા વર્ષના 4.6 ટકાની સરખામણીએ ઋઢ24માં ઘટાડો ઘટીને 4.09 ટકા થયો છે.
અહેવાલ મુજબ, 2023-24ની ફ્રેક્ટલ વિગતોના આધારે, ગ્રામીણ વિસ્તારોમાં નમૂનારૂૂપ ગરીબીનો ગુણોત્તર ઋઢ24માં 4.86 ટકા અને શહેરી વિસ્તારોમાં 4.09 ટકા હતો. જ્યારે નાણાકીય વર્ષ 23 માં આ ગુણોત્તર ગ્રામીણ ગરીબી માટે 7.2 ટકા અને શહેરી ગરીબી માટે 4.6 ટકા હતો, જે 2024 કરતા ઘણો વધારે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શક્ય છે કે 2021ની વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ અને નવી ગ્રામીણ-શહેરી વસ્તીના ઉદભવ પછી આ સંખ્યામાં થોડો ફેરફાર થઈ શકે છે. આવી સ્થિતિમાં શહેરી ગરીબીમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.
ગ્રામીણ અને શહેરી માસિક માથાદીઠ વપરાશ ખર્ચ વચ્ચેનો તફાવત હવે અગાઉની સરખામણીમાં ઘટીને 69.7 ટકા થઈ ગયો છે. જ્યારે 2009-10માં આ તફાવત 88.2 ટકા હતો જે ઝડપથી ઘટ્યો છે. એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે આ મુખ્યત્વે સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફર, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ખેડૂતોની આવકમાં વધારો અને ગ્રામીણ આજીવિકામાં સુધારો કરવાના સંદર્ભમાં લેવામાં આવેલી પહેલને કારણે છે.