For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોકૂફ રાખેલી CA અને ઇન્ટરમીડિએટની પરીક્ષા હવે તા.16થી 24 મે વચ્ચે લેવાશે

05:16 PM May 12, 2025 IST | Bhumika
મોકૂફ રાખેલી ca અને ઇન્ટરમીડિએટની પરીક્ષા હવે તા 16થી 24 મે વચ્ચે લેવાશે

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ શરૂૂ છે. આ તણાવને લઈને ઘણાં મહત્ત્વના નિર્ણય લેવાયા હતાં. જેમાંથી એક ઈઅની પરીક્ષા મોકૂફ રાખવાનો પણ હતો. જોકે, હવે CA પરીક્ષાને લઈને મોટી અપડેટ સામે આવી છે. જેમાં ફાઇનલ અને ઇન્ટમીડિયેટ પરીક્ષા માટે નવી તારીખો જાહેર કરવામાં આવી છે.

Advertisement

ICAI (ઇન્સ્ટીટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા)એ જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી છે કે, દેશમાં સુરક્ષા સ્થિતિમાં અનુકૂળ ઘટનાક્રમોને ધ્યાને લઈ, હવે નિર્ણય લેવાયો છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઇનલ, ઇન્ટરમીડિએટ અને INT-AT (PQC)પરીક્ષા જે પહેલાં 9 મે 2025 થી 14 મે 2025માં યોજાવાની હતી, તે હવે 16 મે 2025 થી 24 મે 2025 સુધી યોજાશે.

નોંધનીય છે કે, આ પહેલાં દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે 2025માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન(INTT AT)ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ નવમીથી 14મી મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, હવે આ પરીક્ષાને લઈને નવો ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement