ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટિકિટ નહીં મળતાં ઝેર પીનાર સાંસદનું હૃદય થંભી ગયું

11:19 AM Mar 28, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

તમિલનાડુના ઈરોડના વર્તમાન લોકસભા સાંસદ એમડીએમકેના એ. ગણેશમૂર્તિનું આજે સવારે નિધન થયું હતું. મળતી માહિતી મુજબ, આજે સવારે 5:05 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું હતું. કથિત રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેને 24 માર્ચે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી.
પોલીસે જણાવ્યું કે સાંસદ ગણેશમૂર્તિના પરિવારજનો તેમને રવિવારે સવારે લગભગ 9.30 વાગ્યે હોસ્પિટલમાં લાવ્યા હતા. ચેકઅપ બાદ ડોક્ટર્સે તેને આઇસીયુમાં શિફ્ટ કરીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.

Advertisement

એક અહેવાલ અનુસાર, તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે સાંસદે જંતુનાશક સલ્ફાસ ઝેરનું સેવન કર્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સાંસદ એ ગણેશમૂર્તિએ લોકસભા ચૂંટણી 2024 માટે ટિકિટ ન મળતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Tags :
indiaindia newsTamil NaduTamil Nadu news
Advertisement
Advertisement