એરપોર્ટ પર જ કમિશનરને પીએમએ પુછ્યું, ગેન્ગરેપ કેસનું શુ થયું?
મોદી વારાણસી એરપોર્ટ પર ઊતરતાંની સાથે જ તેમણે પોલીસ કમિશનર, કમિશનર અને ડીએમ પાસેથી વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપની ઘટના વિશેની માહિતી લીધી હતી.
શુક્રવારે સવારે 10:07 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે. એરપોર્ટ પર પહોંચતાંની સાથે જ પીએમએ પોલીસ કમિશનર મોહિત અગ્રવાલને વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપ અંગે પૂછપરછ કરી. તેમણે કમિશનર પાસેથી ઘટનાની સંપૂર્ણ વિગતો લીધી. મોદીએ કહ્યું હતું કે બધ કમિશનરે પીએમ મોદીને કેસનો સંપૂર્ણ સ્ટેટસ રિપોર્ટ આપ્યો. તેમણે કહ્યું હતું કે આ કેસમાં મુખ્ય આરોપી સહિત 9 લોકોને જેલમાં ધકેલવામાં આવ્યા છે. વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીના કાફેને સીલ કરી દેવામાં આવ્યું છે.
ખરેખર વારાણસીમાં એક ગ્રેજ્યુએશન વિદ્યાર્થિની પર 23 છોકરાએ 6 દિવસ સુધી ગેંગરેપ ગુજાર્યો હતો. પછી તેમણે તેને રસ્તા પર ફેંકી દીધી અને ભાગી ગયા. ત્યાર બાદ વિદ્યાર્થિની ગભરાટની સ્થિતિમાં ઘરે પહોંચી હતી. આ કેસમાં પોલીસે અત્યારસુધીમાં 9 આરોપીની ધરપકડ કરી છે.