ઘડિયાળના કાંટા પાછા ફેરવવા પવાર જૂથ સુપ્રીમમાં જશે
ચૂંટણી પંચે અજિત પવારના જૂથને પક્ષનું નામ-ચિહ્ન ફાળવ્યું
લોકસભા ચૂંટણી 2024 પહેલા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર અને શરદ પવાર વચ્ચેNCP પાર્ટીને લઈને ચાલી રહેલી તકરારનો મંગળવારે અંત આવ્યો છે. ચૂંટણી પંચે આ મામલે 6 મહિનાથી વધુ સમય લીધો અને 10થી વધુ સુનાવણી કરી હતી.
અજિત પવારનેNCPનું નામ અને ચૂંટણી ચિન્હ મળ્યા બાદ શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ નિવેદન આપતા કહ્યું હતું કે, અમે ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેમજ તેમણે બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચનનો દાખલો આપ્યો હતો અને કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન છે અને આપણા અમિતાભ બચ્ચન શરદ પવાર છે.
તેમણે વધુમાં કહ્યું, મને લાગે છે કે શિવસેના સાથે જે થયું તે આજે અમારી સાથે થઈ રહ્યું છે, તેથી આ કોઈ નવો આદેશ નથી. માત્ર નામો બદલાયા છે, પરંતુ ક્ધટેન્ટ એ જ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે,NCP જ શરદ પવાર છે.
ચૂંટણી પંચે મંગળવારે જાહેરાત કરી હતી કે અજિત પવારનું જૂથ વાસ્તવિકNCP છે. આ સાથે જ અજિત પવાર અનેNCPના સ્થાપક શરદ પવાર જૂથ વચ્ચે પાર્ટી પર દાવાને લઈને મહિનાઓથી ચાલી રહેલી તકરારનો અંત આવ્યો છે. એક આદેશમાં, પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથનેNCPનું ચૂંટણી પ્રતીક નવોલ ક્લોકથ ફાળવ્યું હતું.
શરદ પવાર જૂથના એક નેતાએ જણાવ્યું હતું કે અજિત પવાર જૂથને વાસ્તવિકNCP તરીકે જાહેર કરવાનો ચૂંટણી પંચનો નિર્ણય દબાણ હેઠળ લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખે કહ્યું, આ લોકશાહીની હત્યા છે. જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. દેશમુખે એક ટેલિવિઝન ચેનલને કહ્યું કે ચૂંટણી પંચે ઉપરના દબાણ હેઠળ નિર્ણય લીધો. તેમણે આ અંગે વિગતવાર કંઈપણ જણાવ્યું ન હતું. સાથે જ સુપ્રિયા સુલેએ કહ્યું કે પાર્ટીના કાર્યકર્તા શરદ પવારની સાથે છે અને પવાર ફરીથી પાર્ટીનું નિર્માણ કરશે. શરદ પવાર જૂથના અન્ય એક નેતા જયંત પાટીલે કહ્યું કે પાર્ટી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે. પાર્ટીના અન્ય એક નેતા જયંત પાટીલે જણાવ્યું હતું કે તેમનું જુથ આ નિર્ણય સામે સુપ્રીમમાં જશે.
બીજી બાજુ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે તેઓ તેમના જૂથને વાસ્તવિકNCP તરીકે જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણયને નમ્રતાપૂર્વક સ્વીકારે છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અનેNCP નેતા પ્રફુલ પટેલે કહ્યું કે ચૂંટણી પંચનો નિર્ણય આ સાબિત કરે છે કે મોટાભાગના પાર્ટીના કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અજિત પવારની સાથે છે.