દેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડો
નવા એડમિશનમાં ઘટાડા સાથે ડ્રોપઆઉટ રેશિયો વધ્યો: ગત વર્ષે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો
ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર વર્ષ 2023-24 માં આશરે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડી દીધો. જેમાં 16 લાખ તરૂૂણીઓનો સમાવેશ થાય છે.
વર્ષ 2022-23 ની તુલનાએ 2023-24 માં શાળા છોડનારી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. શિક્ષણ મંત્રાલયની એકીકૃત જિલ્લા શિક્ષણ માહિતી પ્રણાલી (UDISE)ના એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
રિપોર્ટ અનુસાર 2022-23 માં કૂલ 25.17 કરોડ વિદ્યાર્થીઓ શાળામાં નોંધાયેલા હતા, જ્યારે 2023-24 માં આ સંખ્યા ઘટીને 24.80 કરોડ રહી ગઇ અને 2021-2022 માં આશરે 26.52 કરોડ હતું. જેના અનુસાર પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓનાં ઉમેદવારી 37.45 લાખનો ઘટાડો થયો છે. આ પ્રકારે 2023-24 માં યુવતીઓની (તરૂૂણીઓ) ઉમેદવારીમાં 16 લાખનો ઘટાડો આવ્યો. જ્યારે યુવકો (તરુણો) માં 21 લાખનો ઘટાડો નોંધાયો છે.
UDISE 2023-24 માં પહેલીવાર વિદ્યાર્થીઓનો વ્યક્તિગત્ત ડેટા અને સ્વૈચ્છિક આધાર પર તેમના આધાર નંબર એકત્ર કરવામાં આવ્યા હતા. 2023-24 સુધી 19.7 કરોડ વિદ્યાર્થીઓએ પોતાનો આધાર નંબર શેર કર્યો હતો. કૂલ ઉમેદવારીના 20 ટકા વિદ્યાર્થી લઘુમતી સમુદાયના હતા.
જેમાં 79.6 ટકા મુસ્લિમ, 10 ટકા ક્રિશ્ચિયન, 6.9 ટકા શીખ, 202 ટકા બૌદ્ધ, 1.3 ટકા જૈન અને 0.1 ટકા પારસી સમુદાયના હતા.
રિપોર્ટ અનુસાર નેશનલ લેવલ પર નોંધાયેલા ડેટા અનુસાર 26.9 ટકા વિદ્યાર્થીઓ સામાન્ય વર્ગ, 18 ટકા અનુસૂચિત જાતિ, 9.9 ટકા અનુસુચિત જનજાતી અને 45.2 ટકા અન્ય પછાત વર્ગમાંથી આવતા હતા. રિપોર્ટમાં તે પણ ખુલાસો થયો કે, અલગ અલગ રાજ્યોમાં શાળા, શિક્ષકો અને ઉમેદવારીની ઉપલબ્ધતા અલગ અલગ છે.
વ્યક્તિગત ડેટાથી નકલી વિદ્યાર્થીઓની ઓળખ અને સરકારીઓ યોજનાઓનો લાભ તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદમળી. જેના કારણે સરકારી ખર્ચમાં પણ બચત થઇ અને સારું મેનેજમેન્ટ કરી શકાયું. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, પહેલીવાર જ્યારે રાષ્ટ્રીય સ્તર પર વ્યગ્તિગત વિદ્યાર્થીઓના ડેટા એકત્ર કરવામાં આવ્યા છે. આ ડેટા 2021-22 અથવા તેની પહેલાના આંકડાથી તુલનાત્મક નથી. આ પ્રક્રિયા શાળા અનુસાર ડેટાથી અલગ છે. જેમાં શિક્ષણ પ્રણાલીની વાસ્તવિક સ્થિતિ સામે આવે છે.