14 ફેબ્રુઆરીનો એ કાળો દિવસ દેશ કયારેય નહિ ભૂલી શકે 40 શહીદ જવાનોના બલિદાનને, પુલવામા હુમલાની આજે પાંચમી વરસી
કાશ્મીરના પુલવામામાં 2019ની 14મી ફેબ્રૂઆરીએ સી.આર.પી.એફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આજે આ હુમલાની વરસીના દિવસે PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે.આ આજે એટલે કે 14 ફેબ્રુઆરી અને બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપું છું. દેશ માટે તેમની સેવા અને બલિદાન હંમેશા યાદ રહેશે. બુધવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ ઘટનાને ભલે પાંચ વર્ષ જૂની હોય, પરંતુ તેના ઘા હજુ તાજા છે જ્યારે આતંકવાદીઓએ દેશના સુરક્ષા જવાનો પર ઘાતકી હુમલો કરવા માટે આ દિવસ પસંદ કર્યો હતો. રાજ્યના પુલવામા જિલ્લામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ CRPF જવાનોને લઈ જતી બસને વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ટક્કર મારી હતી, જેમાં 40 જવાનો શહીદ થયા હતા જ્યારે 35 ઘાયલ થયા હતા. CRPFના કાફલામાં 78 વાહનો હતા, જેમાં 2500થી વધુ જવાનો મુસાફરી કરી રહ્યા હતા.
ભારતે પુલવામામાં ઘટના બાદ આંતકવાદીઓને પાઠ ભણવા આક્રમક વલણ લીધું હતું. 26 ફેબ્રુઆરી 2019ના રોજ, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા દ્વારા આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. 27 ફેબ્રુઆરીએ, પાકિસ્તાનની વાયુસેના ભારતને જવાબ આપવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને હવાઈ હુમલો કરે છે. જવાબમાં ભારતીય વાયુસેના પણ ઉતરે છે. જો કે આ દરમિયાન ભારતીય મિગ-21 પાકિસ્તાની સેનાના હુમલામાં આવે છે અને પાકિસ્તાનમાં પડી જાય છે. આ પછી પાકિસ્તાની સૈનિકોએ મિગ-21ના પાયલટ અભિનંદન વર્ધમાનને પકડી લીધા હતા. 1 માર્ચ, 2019 ના રોજ, અમેરિકા અને અન્ય દેશોના દબાણને કારણે, પાકિસ્તાની સેનાએ અભિનંદન વર્ધમાનને મુક્ત છોડી દીધા હતા.