રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

E-KYCની કમાલ, દેશભરમાંથી 5 કરોડથી વધુ રેશનકાર્ડ રદ

06:12 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ હતું કે, સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશનના પ્રયાસોથી કુલ 80.6 કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ (ઙઉજ) સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સિસ્ટમમાં સુધારો કરીને આધાર દ્વારા અને ઈલેક્ટ્રોનિક રીતે ઈ-કેવાયસી (E-KYC) સિસ્ટમથી વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખાદ્ય મંત્રાલય નિવેદન અનુસાર, આ સુધારો કરીને નકલીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે અને યોગ્ય લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે. લગભગ તમામ 20.4 કરોડ રેશનકાર્ડ ડિજિટલ થઈ ગયા છે. તેમાંથી 99.8 ટકા આધાર સાથે જોડાયેલા છે અને 98.7 ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે.

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, દેશભરમાં વાજબી ફભાવની દુકાનો પર 5.33 લાખ ઈ-પીઓસ (ય-ઙઘજ) સાધનો લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા અનાજના વિતરણ દરમિયાન આધાર દ્વારા વેરિફિકેશનની સાથે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે યોગ્ય વ્યક્તિને રાશનનું વિતરણ કરવામાં આવે છે. આજે, કુલ અનાજમાંથી લગભગ 98 ટકાનું વિતરણ આધાર વેરિફિકેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેથી ખોટા લાભાર્થીઓને દૂર કરવામાં અને બ્લેક માર્કેટિંગ ઘટાડવામાં મદદ મળી રહી છે.

સરકારની ઇ-કેવાયસી પહેલ દ્વારા કુલ ઙઉજ લાભાર્થીઓમાંથી 64 ટકાની પહેલાથી જ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીના લાભાર્થીઓ માટે સમગ્ર દેશમાં રાશનની દુકાનો પર હાલ તપાસની પ્રક્રિયા ચાલી રહી છે. મંત્રાલયે પુરવઠાના મામલે કહ્યું કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ઋઈઈં)એ ખાદ્ય પુરવઠાના રીઅલ-ટાઇમ મોનિટરિંગ માટે સપ્લાય મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરી છે જેમાં અનાજને યોગ્ય સ્થાને મોકલવા માટે રેલવે સાથે સંકલિત વાહન મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. નવન નેશન વન રેશન કાર્ડથ યોજનાએ સમગ્ર દેશમાં રેશનકાર્ડની પોર્ટેબિલિટી શક્ય બનાવી છે.

Tags :
E-KYCindiaindia newsRation card
Advertisement
Next Article
Advertisement