ઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યો
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.
તેના થોડા સમય પછી, ભારતીય સેનાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટર સાથે એક હૃદયસ્પર્શી સંદેશ પ્રકાશિત થયો, જે હવે ઓપરેશન સિંદૂર તરીકે ઓળખાય છે. ઓપરેશન સિંદૂરને સમર્પિત ભારતીય સેના મેગેઝિન બાતચીતના નવીનતમ સંસ્કરણ અનુસાર, આ નિર્ણાયક લશ્કરી કાર્યવાહીનો લોગો લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિન્દર સિંહ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
સેનાએ આ મેગેઝિનના તેના ખાસ અંકમાં લોગો સાથે બે સૈનિકોના ચિત્રો શેર કર્યા છે. આ 17 પાનાના મેગેઝિનના શરૂૂઆતના ભાગમાં ટોચ પર ભારતીય સેનાનું ચિહ્ન છે અને આખા પાના પર પઓપરેશન સિંદૂરથનો લોગો છે. આ લોગોમાં સિંદૂરની વાટકીથી બહાદુરી અને સ્ત્રી ગૌરવની વાત વ્યકત કરાઇ છે.