રાજાઓ યુદ્ધના મેદાનથી 70 કિ.મી. પહેલા જ પોતાની દીકરીઓ લઇ મુગલો પાસે પહોંચી જતા
રાજસ્થાનના દિગ્ગજ નેતા અને આરએલપી સુપ્રીમો નાગોર સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનના રાજાઓને લઈને વિવાદિત ટિપ્પણી કરતા ભારે હોબાળો થઈ ગયો છે. હવે તેમના નિવેદન પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડે પણ પ્રતિક્રિયા આપી છે. રાઠોડે બેનીવાલના નિવેદન પર વિરોધ કરતા કહ્યું કે, આ કુંઠિત માનસિકતા છે. તેમને આવું ન બોલવું જોઈએ.
રાઠોડે આગળ કહ્યું કે, નાગોર સાંસદ હનુમાન બેનીવાલ ઈતિહાસ વાંચતા નથી.તેમને તારી મારી કરવામાંથી જ ટાઈમ નથી મળતો. જો તેઓ ઈતિહાસ વાંચતા તો તેમને રાજસ્થાનના ગૌરવશાળી ઈતિહાસની જાણકારી મળતી તો આવી વાતો ન કરે.અહીં ઉલ્લેખનિય છે કે, હનુમાન બેનીવાલ જયપુરમાં એસઆઈ ભરતી પરીક્ષા રદ કરવાની માગને લઈને ધરણા કરી રહ્યા હતા. આ દરમ્યાન ધરણાસ્થળ પર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનમાં એક બે લોકોએ જ લડાઈ લડી છે, બાકીના લોકો તો મુગલો આગળ જઈને દંડવત થઈ જતાં હતા. બેનીવાલે કહ્યું હતું કે, આ રાજા તો યુદ્ધ ક્ષેત્રથી 70 કિમી પહેલા જ પોતાની દીકરીઓ લઈને પહોંચી જતા હતા અને તેમને મુગલો આગળ ધરી દેતા હતા. યુદ્ધ નહીં લડવાનો પ્રસ્તાવ રાખતા હતા. બેનીવાલના આ નિવેદન બાદ તેમને સામાજિક અને રાજકીય રીતે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
આ નિવેદન બાદ, ક્ષત્રિય કરણી સેનાના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રાજ શેખાવતે બેનીવાલના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે બેનીવાલે તેમના પૂર્વજો અને ક્ષત્રિય વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી છે.એક જાહેર નેતા હોવા છતાં, આવી વાતો કરી રહ્યા છે. શેખાવતે ટૂંક સમયમાં આનો યોગ્ય જવાબ આપવાની જાહેરાત કરી છે. તેવી જ રીતે, મારવાડ રાજપૂત સભાના પ્રમુખ હનુમાન સિંહ ખાંગટાએ પણ વિરોધ કર્યો.
અને કહ્યું કે ક્ષુદ્ર માનસિકતા સાથે બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ માનસિક રીતે નાદાર થઈ ગયો છે. હનુમાન બેનીવાલ પોતે પડદા પાછળ પગ પકડીને સોદાબાજી અને સમાધાન કરે છે. તેમણે કહ્યું કે જો ભારતના ઇતિહાસમાંથી રાજસ્થાનનો ઇતિહાસ કાઢી નાખવામાં આવે તો કંઈ બાકી રહેશે નહીં. જો રાજસ્થાન બહાદુર લડવૈયાઓ ન હોત, તો આ લોકો પણ ક્યાંક લીલી ટોપી પહેરીને બેઠા હોત. આવું ફક્ત રાજસ્થાનમાં જ થતું નથી.