અમેરિકાએ વ્યાજદર યથાવત રાખતા ભારતીય શેરબજારમાં ફરી તેજી દેખાઈ
- નિફ્ટી ફરી 22 હજારને પાર, સેન્સેક્સમાં 800થી વધુ પોઈન્ટનો ઉછાળો
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર સ્થિર રાખવાના નિર્ણય બાદ યુએસ શેરબજારો તેજી સાથે બંધ થયા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ (ઉઉંઈંઅ) 1.03 ટકા વધીને 39,512.13 સુધી જ્યારે જ।ઙ 500 0.89 ટકા વધ્યો હતો. ગઅજઉઅચ 1.25 ટકા વધીને 16,369.41 પર ટ્રેડ થયો હતો જેની અસર વૈશ્ર્વિક બજારો પર થતાં એશિયન માર્કેટ પણ જોરદાર તેજી સાથે કારોબાર થયા હતાં.
યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ટૂંકા ગાળાના ધિરાણ દરને જાળવી રાખ્યા બાદ એશિયન બજારો અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. નિક્કી 1.67 ટકા ઉછળીને 40,670.52ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. કોસ્પી 2.11 ટકા વધીને 2,746.59 પર છે. જેના પગલે ભારતીય શેરબજારમાં પણ જોરદાર તેજી સાથે શરૂઆત થઈ હતી.
ગઈકાલે 72101ની સપાટી પર બંધ થયેલ સેન્સેક્સ આજે 406 પોઈન્ટના વધારા સાથે 72,507 પર ખુલ્યો હતો અને થોડી વારમાં જ જોરદાર તેજીના પગલે 781 પોઈન્ટ વધીને 72882ના હાઈ સુધી પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ તેજી જોવા મળતા ગઈકાલે 21,89ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 160 પોઈન્ટના વધારા સાથે 21,989 પરખુલી હતી. બાદમાં વધારે તેજીથી 240 પોઈન્ટ વધીને ફરીવખત 22 હજારને પાર થઈ 22079ના લેવલ પર પહોંચી ગઈ હતી.
યુએસ ક્રૂડ અને ગેસોલિન ઇન્વેન્ટરીમાં ઘટાડો થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં નજીવો વધારો થયો છે. યુએસ ઇન્વેન્ટરીમાં આ ઘટાડો ફેડરલ રિઝર્વે વ્યાજ દરોને સ્થિર રાખ્યો હોવાથી આવ્યો છે, જેણે ઇંધણની માંગના દૃષ્ટિકોણને વધુ ઘટાડ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.65 ટકા વધીને 86.51 પર ટ્રેડ કરી રહ્યું છે જ્યારે ઠઝઈંનો ભાવ 0.59 ટકા વધીને 81.75 પર છે.
અમેરિકી ડોલર સામે ભારતીય રૂૂપિયો 8 પૈસા મજબૂત સાથે ખુલ્યો છે. ગુરુવારે, રૂૂપિયો બુધવારના બંધ 83.16/ની સામે 83.08/ પર ખૂલ્યો હતો.