હેડ કોન્સ્ટેબલની પત્ની-પુત્રીને તલવારથી રહેંસી નાખ્યા, લોકોએ આરોપીનું ઘર સળગાવ્યું
ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરતા તણાવ
છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખની પત્ની અને પુત્રીની તલવાર અને છરી વડે હત્યા કરવામાં આવત રોષે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. જેમાં આરોપીનું નામ કુલદીપ સાહુ સામે આવ્યુ છે.
વાસ્તવમાં, તાલિબ શેખ અન્ય પોલીસકર્મીઓ સાથે એક કેસના સંબંધમાં કુલદીપની ધરપકડ કરવા ગયા હત. પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. બાદમાં કુલદીપે તાલિબના ઘરમાં ઘૂસીને તેની પત્ની મેહુ ફૈઝ અને પુત્રી આલિયા શેખની હત્યા કરી નાખી હતી. મૃતદેહ 5 કિલોમીટર દૂર કેનાલ પાસેના ખેતરમાં ફેંકી દીધો હતો. પોલીસને અર્ધ નગ્ન હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા.
ઘટના બાદ જ્યારે કારમાં ભાગી રહેલા આરોપીનો પીછો કરવામાં આવ્યો ત્યારે તેણે પોલીસ પર પણ ગોળીબાર કર્યો હતો. અહી ઘટના પહેલા પણ આરોપીના પરિવારજનો ક્યાંક ચાલ્યા ગયા હતા. ભીડને કાબૂમાં લેવા આવેલા એસડીએમ જગન્નાથ વર્માને પણ માર મારવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનને ઘેરી લેવામાં આવ્યું હતું. તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.ગૃહમંત્રીએ વધુ જણાવ્યું કે, સૂરજપુરમાં હુલ્લડો જેવી સ્થિતિ વણસી હતી જેને રોકી દેવામાં આવી હતી.
હત્યારાના પરિવારને સુરક્ષિત રાખવામાં આવ્યો છે અને સાથે જ આરોપીને સજા મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ કેસમાં આરોપી કુલદીપ સાહુનું રાજકીય કનેક્શન પણ સામે આવ્યું હતું. ભાજપ નેતા ગૌરીશંકર શ્રીવાસે એક તસવીર શેર કરી જેમાં કુલદીપ સાહુને એનએસયુઆઈ નેતા ગણાવ્યા હતા. આ અંગે સૂરજપુરના એનએસયુઆઈ જિલ્લા પ્રમુખે કહ્યું કે તેઓ મારી કારોબારીમાં નથી. આ પછી એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષે પણ પોસ્ટ કરી કે કુલદીપે કોઈ પદ સંભાળ્યું નથી.