લગ્નના માંડવે વરરાજા બદલાઇ ગયો! ક્ધયાએ લગ્નની ના પાડતાં જાન પરત
મોટાભાગના લગ્ન પ્રસંગોમાં મેરેજ હોલમાં લગ્નના ગીતો ગવાતા હોય, જાનૈયાઓનો ઉત્સાહ ચરમ પર હોય અને લગ્નની વિધિ ચાલતી હોય તે સામાન્ય છે, પરંતુ ઉત્તર પ્રદેશના મથુરામાં મેરેજ હોલમાં મચેલી ધમાચકડીની ચોતરફ ચર્ચા થઈ રહી છે. જેમાં જાન માંડવે પહોંચી, તે સાથે જ ક્ધયાએ વરરાજા બદલાઈ ગયો હોવાનો આરોપ મૂકીને લગ્ન કરવાનો ઈનકાર કરી દેતા જાનને વિલા મોંઢે પરત ફરી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મથુરા જિલ્લાના સુરીરમાં રહેતા બે ભાઈઓના લગ્ન આગરાના ખડિયા ગામમાં રહેતી બે યુવતીઓ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. આ માટે ટેન્ટી ગામ સ્થિત બાંકે બિહારી મેરેજ હોલમાં 7 જૂનના રોજ લગ્ન લેવાયા હતા. આ માટે ક્ધયા પક્ષના લોકો બન્ને ક્ધયાઓને લઈને મેરેજ હોલ પહોંચી ગયા હતા.
બીજી તરફ બન્ને ભાઈઓ પણ જાન જોડીને મેરેજ હોલ પહોંચી ચૂક્યા હતા.
જ્યાં મેરેજ હોલના એક રૂૂમમાં બન્ને વરરાજા લગ્નની વિધિ શરૂૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ સમયે વરરાજાને જોઈને ક્ધયા પક્ષે હોબાળો મચાવી મૂક્યો હતો. ક્ધયાએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે સગાઈ નક્કી કરવા આવ્યા, ત્યારે તેમને બીજા યુવક દેખાડવામાં આવ્યા હતા. જ્યારે લગ્નના માંડવે બીજા યુવકોને લાવવામાં આવ્યા છે.
જે બાદ ઘરમાં વડીલોએ ક્ધયાઓને સમજાવવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ ક્ધયા પક્ષના લોકોએ તેમની કોઈ વાત માની નહતી અને લગ્ન કરવાનો જ ઈનકાર કરી દીધો હતો. જેના પગલે મેરેજ હોલમાં થોડા સમય માટે તંગદિલી છવાઈ ગઈ હતી.
બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ મથકની ટીમ પણ મેરેજ હોલ પર પહોંચી ગઈ હતી. જેમણે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ ક્ધયાઓ ટસની મસ ના થતાં આખરે લગ્ન રદ્દ કરવામાં આવતા જાન વિલા મોંઢે પરત ફરી હતી.