મહારાષ્ટ્રમાં મહાયુતિનો મહાવિજય
288માંથી 216થી વધુ બેઠકો ઉપર ભાજપ ગઠબંધન આગળ, મહાવિકાસ અઘાડી વેરવિખેર
ફડણવીસ, અજિત પવાર, જયંત પાટીલ, નવાબ મલિક, એકનાથ શિંદે, છગન ભુજબળ સહિતના નેતાઓ આગળ, પૃથ્વીરાજ ચવાણ પાછળ
મહારાષ્ટ્ર વિધાનસભા 288 બેઠકોની મતગણતરી આજે સવારે શરૂ થઇ હતી. શરૂઆતના વલણોમાં જ ભાજપ-શિવસેના અને એનસીપીની મહાયુતીએ ભારે સરસાઇ મેળવી હતી. છેલ્લા આંકડાઓ મુજબ મહાયુતી 197 બેઠકો મેળવી રહી છે તે જોતા તેની સુનામી ફરીવળી છે. 216 બેઠકો પર તે સરસાઇ ધરાવે છે જયારે કોંગ્રેસ, ઉધ્ધવ ઠાકરેનું અને શરદ પવારની એનસીપીની મહાયુતી માત્ર 59 બેઠક પર આગળ છે. અન્યોને 11 બેઠકો મળી રહી છે. એકઝીટ પોલના વરતારા કરતા પણ વાસ્તવીક પરિણામો ભાજપ ગઠબંધનની તરફેણમાં રહ્યા છે.
વીઆઇપી બેઠકોની વાત કરીએ તો નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી આગળ છે. કોેંગ્રેસનેતા નાના પટોલે સાકોલી બેઠક પરથી આગળ છે. માનખુર્દ શીવાજીનગરમાં સમાજવાદી પાર્ટીના આબુ આઝમી એનસીપીના નવાબ મલીક કરતા આગળ છે. એવીજ રીતે એનસીપીના વડા અજીત પવાર બારામતી બેઠક પર સરસાઇ ધરાવતા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પ્રથમ રાઉન્ડ પછી કોપરી-પચપાખાડી બેઠક પરથી 4000 હજાર મતે આગળ હતા. વરલીની પ્રતિષ્ઠીત બેઠકમાં ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે અને શિવસેનાના સાંસદ મિલિન દેવરા વચ્ચે કટોકટ સ્પર્ધા જોવા મળી રહી છે. શરૂઆતી વલણો મુજબ આદિત્ય ઠાકરે 500 વોટથી આગળ હતા. આ બેઠક પર કુલ 17 રાઉન્ડમાં મતગણતરી પુર્ણ થશે. 2019ની ચુંટણીમાં ઠાકરે 67000 મતથી ચુંટણી જીત્યા હતા.
એકપણ એકઝીટ પોલમાં મહાયુતિના ભવ્ય વિજયની આગાહી કરવામાં આવી ન હતી પરંતુ વાસ્તવીક પરિણામોમાં મહાવિકાસ અઘાડીના સુપડા સાફ થઇ ગયા હતા. વિપક્ષના અનેર નેતાઓનો ભારે પરાજય થયો છે.
વાયનાડમાં પ્રિયંકા ગાંધીની 52000 મતોની જંગી સરસાઇ
વાયનાડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ભાજપના નવ્યા હરિદાસ કરતાં 52000 મતે આગળ છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી રાયબરેલીના વાયનાડ બન્ને બેઠક પર ચુંટાતા તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. કોંગ્રેસ પેટા ચુંટણી માટે તેમના બહેન પ્રિયંકાને મેદાનમાં ઉતાર્યા હતા.