નજરબંધી માટે સરકારે નવલખાને 1.64 કરોડનું બિલ પકડાવ્યું
- ભીમા કોરેગાંવ કેસના આરોપીના વકીલે આવી માગણીને ખંડણી ગણાવી
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ગૌતમ નવલખાની નજરકેદ દરમિયાન તેમની સુરક્ષા માટે પોલીસકર્મીઓ પૂરા પાડવાના ખર્ચ પેટે તેણે 1.64 કરોડ રૂૂપિયા ચૂકવવા પડશે. જો કે, નવલખાના વકીલે આ રકમ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને એજન્સી પર ખંડણીનો આરોપ લગાવ્યો હતો.
ગઈંઅ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુની સાથે જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એસ. વી એન ભાટીએ બેન્ચને જણાવ્યું હતું કે ભીમા કોરેગાંવ કેસમાં ધરપકડ કરાયેલા 70 વર્ષીય નવલખાએ અત્યાર સુધી ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવા માટે થયેલા ખર્ચ માટે માત્ર 10 લાખ રૂૂપિયા ચૂકવ્યા છે.
રાજુએ કહ્યું કે તેણે થોડી રકમ ચૂકવવી પડશે. નવલખા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ નિત્યા રામક્રિષ્નને રૂૂ. 1.64 કરોડની રકમનો વિરોધ કરતા કહ્યું કે એજન્સી દ્વારા ચૂકવવાપાત્ર રકમની ગણતરી ખોટી અને સંબંધિત નિયમોની વિરુદ્ધ છે.
તેમણે કહ્યું કે અમે ગઈંઅ દ્વારા નક્કી કરવામાં આવેલી આ રકમનો વિરોધ કર્યો છે અને આ મામલે સુનાવણીની જરૂૂર છે. તેમને કસ્ટડીમાં રાખવા માટે તેઓ નાગરિકો પાસેથી 1 કરોડ રૂૂપિયાની માંગ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે વિગતવાર સુનાવણી કરવાની જરૂૂર છે અને કેસની સુનાવણી એપ્રિલ સુધી મુલતવી રાખી છે.