ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બિહારમાં 2 ડે.સીએમ સહિત 18 મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ

11:30 AM Nov 06, 2025 IST | admin
Advertisement

સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી, 10 જિલ્લાઓમાં EVM બગડવાની ફરિયાદ, 18 જિલ્લાની 121 બેઠકોમાં 1314 ઉમેદવારો માટે 45,341 બૂથ પર મતદાન સંપન્ન

Advertisement

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. 18 જિલ્લાઓની 121 બેઠકો માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. મતદાન માટે સવારથી જ મતદારોની લાઈનો લાગી હતી. દાનાપુર, માધેપુરા સહિતના સ્થળો સહિત 10 જિલ્લાઓમાં EVMબગડવાની ફરિયાદો ઉઠી હતી. જો કે બિહારની ચૂંટણીના પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું.

આજે ચૂંટણીમાં 104 બેઠકો પર સીધો મુકાબલો હતો. જેમાંથી 17 બેઠકો પર ત્રિકોણીય લડાઈ હતી. બિહારની 243 બેઠકો પર 2 તબક્કામાં ચૂંટણીઓ થઈ રહી છે. બિહારની 243 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

બિહારના વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર 334-335 પર EVMખરાબ થતાં લોકોએ ‘વોટ ચોર’ના નારા લગાવ્યા હતાં. બૂથ પર ભારે હોબાળો મચી ગયો હતો. દરભંગામાં બૂથ નંબર 153 પર EVMખરાબ થવાને કારણે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. રાઘોપુરમાં પણ EVMખરાબ થવાને કારણે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારે પટનાના વેટરનરી કોલેજ બૂથ પર મતદાન કર્યું હતું. લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, તેમની પત્ની રાજશ્રી અને બહેન મીસા ભારતીએ મતદાન કર્યું હતું. આ દરમિયાન રાબડી દેવીએ કહ્યું, હું મારા બંને પુત્રોને આશીર્વાદ આપું છું. તેજ પ્રતાપ અને તેજસ્વી બંને પોતાના બળ પર ચૂંટણી લડી રહ્યા છે.
ગાયઘાટ વિધાનસભા મતવિસ્તારમાં ત્રણ બૂથ પર મતદાનનો બહિષ્કાર થયો હતો. બૂથ નંબર 161, 162 અને 170 પર મતદારોએ ઓવર બ્રિજ અને રસ્તા બનાવવાના મોમલે બહિષ્કાર કર્યો હતો.

દાનાપુરમાં બૂથ નંબર 196 પર EVMખામીને કારણે મતદાન ખોરવાઈ ગયું હતું. અડધા કલાક પછી મતદાન ફરી શરૂૂ થયું હતું. બખ્તિયારપુરમાં બૂથ નંબર 316 પર EVMખરાબ થયું હતું. જેના કારણે મતદાન મથક પર લાંબી કતારો લાગી ગઈ હતી. રાઘોપુરમાં એક બૂથ પર EVMખરાબ થવાને કારણે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં 10 હોટ સીટ ગણાવાઈ હતી. જેમાં તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, અનંત સિંહ સહિત ઘણા મોટા ચહેરાઓની વિશ્વસનીયતા દાવ પર છે.

સંવેદનશીલ બૂથ પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરાયું હતું. સુરક્ષા કારણોસર સિમરી બખ્તિયારપુર, મહિસી, તારાપુર (મુંગેર જિલ્લો) અને જમાલપુરમાં મતદાનનો સમય સાંજે 5વાગ્યા સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે.
બૂથ નંબર 196 પર EVMખરાબ થવાને કારણે મતદાન ખોરવાઈ ગયું હતું. દરમિયાન દરભંગામાં ગઈકાલે મોડીરાત્રે એક યુવાન 1 લાખ રૂૂપિયાની રોકડ સાથે ઝડપાઈ ગયો હતો.

પહેલા તબક્કામાં 1314 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતાં. મતદાન માટે 45,341 બુથ બનાવવામાં આવ્યા હતાં.
2 ડેપ્યુટી સીએમ સહિત 18 મંત્રીઓની શાખ EVMમાં કેદ થઈ છે. સુરક્ષાના સંદર્ભમાં પોલિંગ બૂથો પર 4 લાખથી વધુ સુરક્ષાકર્મીઓએ સુરક્ષા પુરી પાડી હતી.

Tags :
Biharbihar electionbihar newsElectionindiaindia news
Advertisement
Next Article
Advertisement