27 કરોડમાં બનેલી ‘હનુમાન’ ફિલ્મે 250 કરોડની કમાણી કરી
સાઉથની માઇથોલોજી ફિલ્મો બોકસ ઓફિસ પર સફળ, સિકવલ બનાવાશે
છેલ્લા કેટલાક સમયથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માઇથોલોજી પર ફિલ્મો બનાવી રહી છે જે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી કમાણી કરી રહી છે. હાલના એક ટ્રેન્ડ પર નજર કરીએ તો આ નાના બજેટની પૌરાણિક ફિલ્મો સરપ્રાઇઝ હિટ સાબિત થઈ રહી છે. હાલમાં રિલીઝ થયેલી હનુમાનનું બજેટ 20 કરોડ રૂૂપિયા હતું પરંતુ તેની કમાણી 250 કરોડને પાર કરી ગઈ છે.
ફિલ્મની સફળતા જોઈને હવે મેકર્સ તેની સિક્વલ જય હનુમાન બનાવી રહ્યા છે જેના પર નિર્માતા 1,000 કરોડ રૂૂપિયા સુધીનું રોકાણ કરવા માટે તૈયાર છે. ભૂત કોલા પરંપરા પર આધારિત રિષભ શેટ્ટીની કાંતારા હોય કે ભગવાન કૃષ્ણ પર આધારિત કાર્તિકેય-2 હોય. દક્ષિણમાં બનેલી આ ફિલ્મોએ હવે માત્ર ભારત જ નહીં પરંતુ ગ્લોબલ માર્કેટમાં પણ સફળતા મેળવી છે. હનુમાન ખૂબ જ અદ્ભુત ફિલ્મ છે. આ વાર્તાની સાથે હનુમાનજીનું પાત્ર જે તેમણે ફિલ્મમાં સામેલ કર્યું છે તે ખરેખર ખૂબ વખાણવા લાયક છે. ફિલ્મનો અંત ખૂબ જ સુંદર છે. એકંદરે નિર્માતાઓએ આપણા ધર્મને સંપૂર્ણ સત્ય સાથે રજૂ કર્યો છે. 12 જાન્યુઆરી રિલીઝ થયેલી હનુમાનની બોક્સ ઓફિસ પર ત્રણ મોટી ફિલ્મો સાથે સ્પર્ધા હતી.ત્રણ મોટા સ્ટાર્સની ફિલ્મો સાથે રિલીઝ થઈ રહેલી તેજા સજ્જાની ફિલ્મ હનુમાન જેવી નવોદિત ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે અને 15 દિવસમાં 250 કરોડની કમાણી કરશે એવું કોઈએ વિચાર્યું ન હતું. કેટરિના કૈફ્ અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ મેરી ક્રિસમસ, હનુમાન સાથે રિલીઝ થઈ હતી.કેટરિના અને વિજય જેવા મોટા સ્ટાર્સને ચમકાવતી આ ફિલ્મ પર ઘણી અપેક્ષાઓ પણ રાખવામાં આવી હતી પરંતુ તે નિષ્ફળ ગઈ. 60 કરોડમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધી માત્ર 23 કરોડ રૂૂપિયાનું જ કલેક્શન કર્યું છે.