ફિફા વર્લ્ડ કપની ફાઈનલ ન્યૂજર્સીમાં યોજાશે
કેનેડા, મેક્સિકો અને યુનાઈટેડ સ્ટેટસના 16 સ્ટેડિયમમાં 104 મેચો રમાશે, 48 ટીમો ભાગ લેશે
વર્ષ 2026માં, FIFA વર્લ્ડ કપની ફાઇનલ ન્યૂયોર્ક/ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે યોજાશે. ફિફાના આયોજકોએ રવિવારે આની જાહેરાત કરી હતી. સમયપત્રક મુજબ, સ્પર્ધા 11 જૂને મેક્સિકો સિટીના પ્રતિષ્ઠિત એઝટેકા સ્ટેડિયમમાં શરૂૂ થશે. ઋઈંઋઅના પ્રમુખ જિયાન્ની ઇન્ફેન્ટિનોએ કહ્યું કે અત્યાર સુધીનો સૌથી વધુ સમાવેશી અને પ્રભાવશાળી ફિફા વર્લ્ડ કપ હવે એક સ્વપ્ન નથી પરંતુ વાસ્તવિકતા છે કારણ કે તે કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સના 16 અત્યાધુનિક સ્ટેડિયમોમાં 104 મેચોનું સ્વરૂૂપ લેશે.
ફિફા પ્રમુખે જણાવ્યું હતું કે એટલાન્ટા અને ડલ્લાસ સેમિફાઇનલની યજમાની કરશે જ્યારે ત્રીજા સ્થાનની રમત મિયામીમાં રમાશે.ક્વાર્ટર ફાઇનલની રમતો લોસ એન્જલસ, કેન્સાસ સિટી, મિયામી અને બોસ્ટનમાં રમાશે. ત્રણ દેશોના કુલ 16 શહેરો આ ગેમ્સનું આયોજન કરશે, જેમાં મોટાભાગની મેચો યુનાઇટેડ સ્ટેટ્સમાં થશે.
1994નો વર્લ્ડ કપ પણ યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયો હતો અને ફાઇનલ લોસ એન્જલસ નજીકના પાસાડેનામાં રોઝ બાઉલમાં યોજાઇ હતી. ઉત્તર અમેરિકામાં ઈન્ફેન્ટિનો તેમજ અભિનેતા કેવિન હાર્ટ, રેપર ડ્રેક અને સેલિબ્રિટી કિમ કાર્દાશિયન દર્શાવતા લાઈવ ટેલિવિઝન પ્રસારણ પર નિર્ણયોની જાહેરાત કરવામાં આવી હતી.
ટૂર્નામેન્ટમાં 48 ટીમો ભાગ લેવા જઈ રહી છે, કુલ 104 મેચો રમાશે. 16 શહેરો આ ટુર્નામેન્ટનું આયોજન કરશે. જેમના નામ નીચે મુજબ છે, એટલાન્ટા, બોસ્ટન, ડલ્લાસ, ગુઆડાલજારા, હ્યુસ્ટન, કેન્સાસ સિટી, લોસ એન્જલસ, મેક્સિકો સિટી, મિયામી, મોન્ટેરી, ન્યુયોર્ક-ન્યુ જર્સી, ફિલાડેલ્ફિયા, સાન ફ્રાન્સિસ્કો ખાડી ક્ષેત્ર, સિએટલ, ટોરોન્ટો અને વાનકુવર.