હરિયાણા વિધાનસભા મત વિસ્તારની ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરાશે
સત્ય માટે લડાઇ ચાલુ રાખવા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ કોંગ્રેસની રણનીતિ પર સવાલો ઉઠવા લાગ્યા છે. હરિયાણાની હાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ચૂંટણીના પરિણામો બાદથી રાહુલ ગાંધી ગાયબ હતા.ન તો તેણે કોઈ નિવેદન આપ્યું કે ન તો તેમણે સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કર્યું. આ સાથે જ આજે તેમણે પોતાનું મૌન તોડ્યું અને કહ્યું કે તેઓ અધિકાર, સામાજિક અને આર્થિક ન્યાય અને સત્ય માટે સંઘર્ષ ચાલુ રાખશે.
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું છે અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્ર્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરશે. હરિયાણાના તમામ લોકોનો તેમના સમર્થન માટે અને અમારા બબ્બર શેર કાર્યકરોનો તેમના અથાક કાર્ય માટે હૃદયપૂર્વક આભાર. અમે અધિકારો માટે, સામાજિક અને આર્થિક ન્યાય માટે, સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું અને તમારો અવાજ ઉઠાવતા રહીશું.
રાહુલ ગાંધીએ સૌપ્રથમ જમ્મુ અને કાશ્મીર વિશે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર રાજ્યમાં ભારતની જીત એ બંધારણની જીત છે, લોકશાહી સ્વાભિમાનની જીત છે. હરિયાણાની જીત વિશે લખ્યું, અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્ર્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી આવી રહેલી ફરિયાદો અંગે ચૂંટણી પંચને જાણ કરશે.