કૂતરો-કૂતરી બન્યા દુલ્હા-દુલ્હન ગ્રામજનો હોંશે-હોંશે બન્યા બારાતી
તમે ઘણા લગ્ન જોયા હશે અને ઘણા લગ્નોમાં હાજરી આપી હશે, પરંતુ અમે તમને એક એવા અનોખા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આજકાલ યુપીના હમીરપુર જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ લગ્ન માણસોના નહીં પણ કૂતરા અને કૂતરીનાં છે, જ્યાં જેણે પણ આ લગ્ન હિન્દુ રીતરિવાજ સાથે થવા વિશે સાંભળ્યું તે આશ્ચર્યચકિત થઈ ગયા .
11 જૂને કૂતરો-કૂતરીના અનોખા લગ્ન ધૂમધામથી થયા હતા આ લગ્ન હિન્દુ રિવાજો પ્રમાણે કરવામાં આવ્યા જેમા યોગ્ય રીતે મંડપ તેમજ લગ્નની બધી જ રીતી-રીવાજો અનુસાર પ્રક્રિયા કરવામા આવી હતી.
આ અનોખા લગ્નનો મામલો મુસ્કુરા વિસ્તારમાં આવેલા છાની બંધ ગામનો છે જ્યાં 11 જૂને કૂતરો એટલે કે દુલ્હો ની અનોખી બારાત નીકળી હતી જેમા હાજરી આપવા માટે મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.
આ અનોખા લગ્નના આયોજક શ્રી શ્રી 1008 સંતોષાનંદ મહારાજ બાલ યોગી જુના અખાડાએ જણાવ્યું હતું કે તેમના પાલતુ કૂતરા સેવાનંદના લગ્ન જિલ્લાના ગોહંડ બ્લોકના મુસાહી મૌજાના સંત લક્ષ્મણ નંદના પાલતુ કૂતરી વિચિત્રા કુમારી સાથે થઈ રહ્યા છે. આ લગ્ન તમામ મૂળભૂત સુવિધાઓ સાથે થઈ રહ્યા છે. 11 જૂને વરરાજા કૂતરા સેવાનંદની બારાત બાદ 12મી તારીખે સેવાનંદ તેમની દુલ્હન વિચિત્રાકુમારીને ખૂબ જ ધામધૂમથી વિદાય આપવામા આવી હતી.