14 વર્ષ બાદ ફરી જોવા મળશે મોતનું તાંડવ, ફાઇનલ ડેસ્ટિનેશનનું ટીઝર રિલીઝ
ફાઇનલ ડેસ્ટિનેશન એક એવી ફ્રેન્ચાઇઝી છે જેના ચાહકો આખી દુનિયામાં છે. આ સીરિઝ મોત પર આધારિત છે, જેના 5 ભાગ અત્યાર સુધી આવી ચૂક્યા છે. ઘણા સમયથી ચાહકોની નજર છઠ્ઠા ભાગ પર છે. દર્શકોની ઉત્તેજના વધારતા, નિર્માતાઓએ ફ્રેન્ચાઇઝીના છઠ્ઠા ભાગનું ટીઝર શેર કર્યું છે. ફિલ્મની પહેલી ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ટ્રેલરની શરૂૂઆત ટેટૂ આર્ટિસ્ટની દુકાનમાંથી થાય છે. ટીઝરમાં એક છોકરો જોવા મળી રહ્યો છે જેના હાથ પર ટેટૂ છે. ફાઇનલ ડેસ્ટિનેશન બ્લડલાઇન્સ સ્ટેફની (કેટલિન સાન્ટા જુઆના) પર ફોકસ કરે છે.તેની પાસે માત્ર એક જ ધ્યેય છે તે એક એવી વ્યક્તિને શોધવી જે સંભવત: મૃત્યુના ચક્રને રોકી શકે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યું છે. ટીઝરના અંતમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ આ પરિવાર માટે ભેટ છે. દરેકનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુનો સમય પણ નિશ્ચિત છે. પરંતુ જો કોઈ કારણોસર આ સમયે કોઈનું મૃત્યુ ન થાય, તો શું થાય છે? ફિલ્મમાં ફરી એકવાર કલાકારો આ સવાલોના જવાબ શોધતા જોવા મળશે.
આ ફિલ્મ 16 મે 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફાઇનલ ડેસ્ટિનેશન 6 હિન્દી, અંગ્રેજી ઉપરાંત તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. હવે જોવાનું એ છે કે તે રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર કયો નવો કારનામું કરે છે. ટીઝર વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, હવે નવી પેઢીનો ડરવાનો વારો છે. જ્યારે એકે લખ્યું, મોત પાછું આવ્યું છે.
પહેલી ફાઇનલ ડેસ્ટિનેશન ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી. ફાઇનલ ડેસ્ટિનેશન 2 2003માં થિયેટરમાં આવી હતી, ફ્રેન્ચાઇઝીનો ભાગ 3 2006માં રિલીઝ થયો હતો, અને ધ ફાઇનલ ડેસ્ટિનેશન અને ફાઇનલ ડેસ્ટિનેશન 5 2009 અને 2011માં રિલીઝ થઈ હતી.