દેશને પહેલી અંડરવોટર મેટ્રો મળી, કોલકાતામાં વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી, જુઓ વિડીયો
દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો આજે મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય પીએમ મોદીએ શિલાન્યાસ અને અન્ય અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. કુલ મળીને પીએમ મોદીએ બંગાળને 15400 કરોડ રૂપિયાની ભેટ આપી છે. તમને જણાવી દઈએ કે કોલકાતાની અંડરવોટર મેટ્રો હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે.
આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પીએમ મોદીએ કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 6 નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.અંડરવોટર મેટ્રોના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી સંદેશખાલીની પીડિત મહિલાઓને મળશે. તેમની પીડા સાંભળશે. આ સિવાય તેઓ ઉત્તર 24 પરગણાના બારાસતમાં એક રેલીને સંબોધિત કરશે.
આ માટે હાવડા સ્ટેશનથી મહાકરણ સ્ટેશન સુધી 520 મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે, જેમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેન 80 કિમી પ્રતિ કલાકની ઝડપે માત્ર 45 સેકન્ડમાં આ ટનલ પાર કરશે. તેનાથી હાવડા અને કોલકતાની કનેક્ટિવિટી સુધરશે. દરરોજ 7 થી 10 લાખ લોકોની મુસાફરી સરળ બનશે.