ટ્રાફિકજામમાં ત્રણનાં મોતનો મામલો હાઇકોર્ટમાં: લોકો કામ વગર કેમ નીકળે છે?NHAIની દલીલથી રોષ
ઈન્દોર-દેવાસ હાઈવે પર 40 કલાક લાંબા જામમાં ત્રણ લોકોના મોતનો મામલો મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જ્યારે ઈન્દોર બેન્ચ આ કેસમાં દાખલ કરાયેલી ઙઈંક પર સુનાવણી કરી રહી હતી, ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના વકીલે કોર્ટમાં ચોંકાવનારી દલીલ આપી. તેમની દલીલથી ત્યાં હાજર બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
અહેવાલ મુજબ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના વકીલે કથિત રીતે કહ્યું હતું કે, લોકો કોઈ કામ વગર ઘરેથી આટલી વહેલી કેમ નીકળી જાય છે? વકીલની આ ટિપ્પણીથી લોકો ગુસ્સે ભરાયા હતા. આ જામ શુક્રવારે શરૂૂ થયો હતો અને 8 કિલોમીટર સુધી ચાલ્યો હતો. તેમાં 4,000 થી વધુ વાહનો ફસાઈ ગયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં ઈન્દોરના કમલ પંચાલ પણ સામેલ છે. એક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાને કારણે ગરમીમાં ગૂંગળામણને કારણે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. શુજલપુરના બલરામ પટેલ અને ગારી પીપલ્યા ગામના સંદીપ પટેલનું પણ મૃત્યુ થયું હતું.
ટ્રાફિક જામને કારણે ત્રણ લોકોના મોત બાદ કેન્દ્ર સરકાર અનેNHAI ને નોટિસ જારી કરવામાં આવી છે. આ નોટિસ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચના જસ્ટિસ વિવેક રુસિયા અને બિનોદકુમાર દ્વિવેદીએ જારી કરી છે. ઈન્દોર વહીવટીતંત્ર અને પોલીસને પણ નોટિસ જારી કરવામાં આવી છે. તમામ પક્ષકારોને કાનૂની નોટિસનો જવાબ આપવા માટે 7 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
NHAI વિરુદ્ધ નવી નોટિસ જારી કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે તેણે હાઇવે બોડીને સપ્ટેમ્બર 2024 સુધીમાં ડાયવર્ઝન રોડનું બાંધકામ પૂર્ણ કરવા માટે ચાર અઠવાડિયાની સમયમર્યાદા નક્કી કરી છે.NHAI એ વિલંબ માટે ક્રશર યુનિટ્સ દ્વારા કરવામાં આવેલી 10 દિવસની હડતાળને જવાબદાર ઠેરવી છે, જોકે, કોર્ટે કહ્યું કે તેણે રસ્તાનું કામ પૂર્ણ કરવા માટે ત્રણથી ચાર મહિનાનો સમય માંગ્યો હતો.