ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિલ્હીમાં વિસ્ફોટની ઘટનાએ આતંકવાદ ખતમ કરી નાખ્યાના દાવાની હવા કાઢી નાખી

10:32 AM Nov 12, 2025 IST | admin
Advertisement

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું પછી એવા દાવા કરાયેલા કે, આપણાં લશ્કરે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને અને પાકિસ્તાનના લશ્કરને એવો પાઠ ભણાવ્યો છે કે, પાકિસ્તાનનું લશ્કર ભારત પર આતંકવાદી હુમલો કરાવતાં પહેલાં હજાર વાર વિચાર કરશે ને આતંકવાદીઓ તો ભારતમાં હુમલા કરવાનું સપને પણ નહીં વિચારે. મોદી સરકારના મંત્રીઓ અને ભાજપના નેતા ડંફાશો મારતા હતા કે, હવે પાકિસ્તાન ખો ભૂલી જશે. ઓપરેશન સિંદૂરની સફળતાનો જોરશોરથી આખા દેશમાં જશ્ન મનાવાયેલો. ભારતે પાકિસ્તાન સામે યુદ્ધમાં જીત મેળવી હોય એવો માહોલ પેદા કરી દેવાયેલો.

Advertisement

આ વાતને છ મહિના પણ થયા નથી ત્યાં દિલ્હીમાં આતંકવાદી હુમલો થઈ ગયો ને 13 લોકોનાં ઢીમ ઢળી ગયાં. દિલ્હીમાં લાલ કિલ્લામાં ભારતના લશ્કરની છાવણી છે અને લાલ કિલ્લો આપણા ગૌરવનું પણ પ્રતિક છે કેમ કે આપણા વડા પ્રધાન લાલ કિલ્લા પરથી પ્રવચન આપે છે. આતંકવાદીઓએ આ લાલ કિલ્લા સામે જ કાર ઉડાવીને હાહાકાર કરી નાંખ્યો. દિલ્હીની 10 નવેમ્બરની સાંજને રક્તરંજિત કરી નાખી.આપણા નિર્દોષ નાગરિકોની આ રીતે હત્યા થાય એ મુદ્દો બહુ મોટો છે ને તેના જેટલો જ મહત્ત્વનો મુદ્દો આ હુમલા દ્વારા આતંકવાદીઓ અને આતંકવાદીઓના આકા પાકિસ્તાને આપણને આપેલો મેસેજ છે. બલકે પાકિસ્તાને ભારતને સીધી રીતે પડકાર જ ફેંકી દીધો છે કે, તમારામાં તાકાત હોય તો અમારા પાલતુ આતંકવાદીઓને રોકી બતાવો અને સાફ કરી બતાવો. અત્યાર સુધી પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદી હુમલા કરાવતું પણ આ વખતે સીધું દેશની રાજધાનીમાં ઘૂસીને લાશો ઢાળી છે.

તેથી પાકિસ્તાને સીધો ભારતના આત્મગૌરવ પર ઘા કર્યો છે.ભારત આ પડકારનો શું જવાબ આપશે એ ખબર નથી પણ આખા દેશની નજર હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર છે. ઓપરેશન સિંદૂર પછી 11 મેના રોજ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પાકિસ્તાન પર વધુ એક લશ્કરી વિજયનો દાવો કર્યો હતો. મોદીએ ચેતવણી પણ આપી હતી કે, હવે પછી ભારતમાં ફરી આતંકવાદી હુમલો થયો તો તેનો જવાબ આ રીતે જ લશ્કરી ભાષામાં પાકિસ્તાન પર આક્રમણ કરીને આપવામાં આવશે. દિલ્હીના હુમલા પરથી સ્પષ્ટ છે કે, હવે હુંકાર કરવાના ને -વાતોનાં વડાં કરવાના દિવસો જતા રહ્યા છે. પાકિસ્તાન સામે આર યા પારની લડાઈ લડી લેવાનો સમય આવી ગયો છે. -પાકિસ્તાન જરાય રહેમને લાયક નથી અને ભારત પાકિસ્તાન દ્વારા પોષાતા આતંકવાદનો કાયમી ઉકેલ નહીં લાવે તો આ રીતે આપણા નિર્દોષ નાગરિકો મરતા રહેશે. સવાલ એ છે કે, આ દેશના ગદ્દારોને આપણે કેમ પકડીને સાફ નથી કરી શકતા? કેમ કે એનઆઈએ, સીબીઆઈ વગેરે એજન્સીઓ રાજકારણીઓને સોશ્યલ મીડિયા ઈન્ફલુઅન્સર્સને સાણસામાં લેવામાં શક્તિ વેડફે છે જ્યારે ખરી જરૂૂર આ દેશનું ? ખાઈને દેશનું ખોદતા ગદ્દારોને સાફ કરવાની છે.

Tags :
delhidelhi blastdelhi newsindiaindia newsterrorism
Advertisement
Next Article
Advertisement