For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકોને સારી રીતે મૂર્ખ બનાવી શકે તે જ શ્રેષ્ઠ નેતા: ગડકરી

11:18 AM Sep 01, 2025 IST | Bhumika
લોકોને સારી રીતે મૂર્ખ બનાવી શકે તે જ શ્રેષ્ઠ નેતા  ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જેઓ પોતાના ખુલ્લા અને બેબાક અંદાજ માટે જાણીતા છે, તેમણે નાગપુરમાં એક એવું નિવેદન આપ્યું કે હવે ચર્ચાનો દોર શરૂૂ થઈ ગયો છે. ગડકરીએ કહ્યું, જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે એ જ શ્રેષ્ઠ નેતા બની શકે.

Advertisement

નાગપુરમાં અખિલ ભારતીય મહાનુભાવ પરિષદના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ આ રસપ્રદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, નસ્ત્રબોલવું સરળ છે, કરવું મુશ્કેલ છે. હું અધિકારી નથી, પણ હું આનો અનુભવ કરું છું, કારણ કે જે ક્ષેત્રમાં હું કામ કરું છું, ત્યાં દિલથી સાચું બોલવાની મનાઈ છે. ગડકરીએ મરાઠી કહેવત હૌસે, નવસે, ગવસેનો ઉલ્લેખ કરતાં આગળ કહ્યું, અહીં બધા પ્રકારના લોકો છે, અને જે લોકોને સૌથી સારી રીતે મૂર્ખ બનાવી શકે, એ જ શ્રેષ્ઠ નેતા બની શકે.

ગડકરીએ આ નિવેદનને થોડું હળવું કરતાં ભગવદ ગીતાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, એક વાત સાચી છે. ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ભગવદ ગીતામાં લખ્યું છે.

Advertisement

કે અંતે અહીં સત્યની જ જીત થાય છે. તેમણે શોર્ટકટની વાત કરતાં કહ્યું, કોઈ પણ વસ્તુ મેળવવા માટે શોર્ટકટ હોય છે. નિયમો તોડીને રસ્તો ક્રોસ કરી શકાય, લાલ સિગ્નલ હોય તો પણ છલાંગ લગાવીને જઈ શકાય. પણ એક ફિલોસોફરે કહ્યું છે, શોર્ટકટ કટ યુ શોર્ટ. એટલે જ આપણે પ્રામાણિકતા, વિશ્વસનીયતા, સમર્પણ અને સત્ય જેવી મૂલ્યોનું સમાજમાં મહત્વ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement