For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

15 ઓગસ્ટથી લાગુ વાર્ષિક ફાસ્ટેગ ફક્ત એક જ વાહન પર વાપરી શકાશે

11:08 AM Aug 11, 2025 IST | Bhumika
15 ઓગસ્ટથી લાગુ વાર્ષિક ફાસ્ટેગ ફક્ત એક જ વાહન પર વાપરી શકાશે

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો જાહેર

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા 15 ઓગસ્ટથી રૂા.3,000 ના વાર્ષિક ફાસ્ટેગ પાસની શરૂૂઆત થવા જઈ રહી છે. આ નવા ફીચરને લઈને લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ આ અંગે સ્પષ્ટતા કરી છે. NHAI મુજબ, આ વાર્ષિક પાસ માત્ર એક જ વાહન પર વાપરી શકાશે, અને તેને અન્ય કોઈ વાહન પર ટ્રાન્સફર કરી શકાશે નહીં.

NHAI દ્વારા 15 ઓગસ્ટથી રૂા.3,000 ના વાર્ષિક ફાસ્ટેગ પાસની સુવિધા શરૂૂ થઈ રહી છે. આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે માન્ય રહેશે, ત્યારબાદ તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. આ પાસનો ઉપયોગ ફક્ત તે વાહન માટે જ થઈ શકશે જેના પર તે નોંધાયેલ છે. જો તેને અન્ય કોઈ વાહન પર વાપરવામાં આવે તો તે તાત્કાલિક ડીએક્ટિવેટ થઈ જશે. આ સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પરના ટોલ પ્લાઝા પર લાગુ પડશે, અને તેનાથી લગભગ રૂા.2,000 થી રૂા.4,000 સુધીનો ફાયદો થઈ શકે છે.

Advertisement

નવા FASTag વાર્ષિક પાસની કિંમત રૂા.3,000 નક્કી કરવામાં આવી છે. આ પાસને પરાજમાર્ગ યાત્રા એપથ અથવા NHAI ના સત્તાવાર પોર્ટલ દ્વારા એક્ટિવેટ કરી શકાય છે. આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ (જે પહેલા થાય તે) માટે માન્ય રહેશે. આ અવધિ પછી, તે સામાન્ય FASTag તરીકે કામ કરવાનું શરૂૂ કરશે, અને તેને ફરીથી એક્ટિવેટ કરવા માટે રૂા.3,000 ચૂકવવા પડશે.

લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ પાસનો ઉપયોગ એકથી વધુ વાહનો માટે થઈ શકશે? આ અંગે NHAI એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે: આ વાર્ષિક પાસ ફક્ત તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે. આ પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં. જો રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈ વાહન પર આ પાસનો ઉપયોગ કરવામાં આવશે, તો તેને તાત્કાલિક ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement