For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેટલી ઉંમર લખી છે, બસ તે જ છે: સલમાન ખાન

10:44 AM Mar 28, 2025 IST | Bhumika
જેટલી ઉંમર લખી છે  બસ તે જ છે  સલમાન ખાન

બિશ્ર્નોઇ ગેંગની ધમકી મામલે સલમાને મૌન તોડ્યું

Advertisement

સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી તેની આગામી ફિલ્મ સિક્ધદરના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશનની ધમાલ વચ્ચે સુપરસ્ટારે મુંબઈમાં મીડિયા સાથે નિખાલસતાથી વાત કરી. છેલ્લા કેટલાક મહિનામાં સલમાનને લોરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી ઘણી ધમકીઓ મળી હોવાનો આરોપ છે. ઓક્ટોબર 2024 માં સલમાન ખાનના નજીકના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીને બિશ્નોઈ ગેંગ દ્વારા કથિત રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. પોતાના જીવને જોખમ હોવા છતાં સલમાને તેની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને અસર થવા દીધી નથી.

જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે શું તે પોતાની સલામતી વિશે ચિંતિત છે, ત્યારે તેણે આકાશ તરફ ઈશારો કરીને કહ્યું, ભગવાન, અલ્લાહ, બધું ઉપર છે. જેટલી ઉંમર લખી છે, તેટલી જ લખી છે, બસ તે છે. ક્યારેક ક્યારેક આટલા લોકોને સાથે લઇને ચાલવું પડે છે, બસ, તે જ સમસ્યા બની જાય છે.

Advertisement

નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી સલમાન ખાન અને તેના પરિવાર અને મિત્રો પર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું લાગે છે. આ પહેલા સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન ધમકીભર્યો પત્ર મળ્યો હતો. ત્યારબાદ સલમાનના ઘર અને ફાર્મ હાઉસની રેકી કરવામાં આવી અને સલમાનના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો. આ ઘટનાઓથી સુપરસ્ટારનો પરિવાર ડરી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement