આવતીકાલથી બ્લડપ્રેસર-ડાયાબિટિસ-કેન્સર જેવા રોગોની પરીક્ષણ ઝુંબેશ
11:36 AM Feb 19, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કેન્સર જેવા બિન-ચેપી રોગો (NCD) માટે રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ડ્રાઇવની જાહેરાત કરી છે. આ સ્ક્રીનીંગ ડ્રાઇવ 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી યોજાશે. આરોગ્ય મંત્રાલયે 30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને નજીકના સરકારી આરોગ્ય સંભાળ કેન્દ્રમાંથી આ રોગો માટે સ્ક્રીનીંગ કરાવવા હાકલ કરી છે.
તમારા સ્વાસ્થ્યની જવાબદારી લો 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બિન-ચેપી રોગો (NCDs) માટે રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ડ્રાઇવમાં જોડાઓ, અને તમારી નજીકની સરકારી આરોગ્યસંભાળ સુવિધામાં મફતમાં સ્ક્રીનીંગ કરાવો, એમ MoHFWએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
Next Article
Advertisement