ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શોપિયાં, પુલવામા અને કુલગામમાં આતંકવાદીઓના ઘર તોડી પડાયા

11:14 AM Apr 26, 2025 IST | Bhumika
Advertisement

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. ભારતીય સુરક્ષા દળોએ પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરોને તોડી પાડ્યા છે. નવી કાર્યવાહીમાં ખીણની અંદર સક્રિય આતંકવાદીઓના વધુ બે ઘરોને તોડી પાડવામાં આવ્યા છે. જૂન 2023 થી સક્રિય લશ્કર કેડર એહસાન અહેમદ શેખનું બે માળનું મકાન સુરક્ષા દળો દ્વારા આઇઇડીનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવ્યું છે. તે પુલવામાના મુરાનનો રહેવાસી છે.

Advertisement

આવી જ અન્ય એક કાર્યવાહીમાં શોપિયાના ચોટીપોરા વિસ્તારમાં બે વર્ષ પહેલા લશ્કરમાં સામેલ થયેલા શાહિદ અહેમદના ઘરને ઉડાવી દેવામાં આવ્યું હતું.
પહેલગામ હુમલા બાદ છેલ્લા 48 કલાકમાં કુલ 6 આતંકીઓના મકાનો તોડી પાડવામાં આવ્યા છે.

આ સિવાય ગઈકાલે રાત્રે કુલગામના ક્વિમોહમાં 2023માં લશ્કરમાં સામેલ થયેલા ઝાકિર ગનીના ત્રીજા ઘરને સુરક્ષા દળોએ તોડી પાડ્યું હતું. પહેલગામ આતંકી હુમલા બાદથી સક્રિય લશ્કર કેડરના આતંકવાદીઓના કુલ 5 ઘરોને ઉડાવી દેવામાં આવ્યા છે.
શુક્રવારે રાત્રે સુરક્ષા દળોએ કુલગામના ક્વિમોહમાં ઝાકિર ગનીના ઘરને વિસ્ફોટથી ઉડાવી દીધું હતું, તે 2023માં લશ્કરમાં જોડાયો હતો. આ સાથે જ સુરક્ષા દળોએ બિજબેહરામાં આદિલ થોકરના ઘરને ઉડાવી દીધું હતું. દરમિયાન ગઈકાલે ત્રાલમાં સુરક્ષા દળોએ આસિફ શેખના ઘરને ઉડાવી દીધું હતું.

પુલવામામાં આતંકવાદીનું ઘર તોડતા પહેલા અનંતનાગ જિલ્લાના બિજબેહરાના ગોરી વિસ્તારમાં આવેલા પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકવાદી આદિલ હુસૈન થોકરના ઘર પર સુરક્ષા દળોએ બોમ્બમારો કર્યો હતો.

Tags :
indiaindia newsjammu kashmirjammu kashmir newsPahalgam Terrorist attacksterrorist
Advertisement
Next Article
Advertisement