જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલા: રિટાયર્ડ સૈનિકનું ગોળી વાગતાં મોત, પત્ની-પુત્રી ગંભીર ઘાયલ
06:18 PM Feb 03, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કુલગામમાં આજે આતંકવાદીઓએ નિવૃત સૈનિકના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નિવૃત સૈનિકનું મોત થઈ ગયું છે અને તેમની પત્ની અને પુત્રી ઘાયલ થયા છે. આ આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આતંકવાદીઓએ નિવૃત સૈનિક મંજૂર અહેમદના પરિવાર પર આજે બપોરે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ ત્રણેયને શ્રીનગર હોલ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જ્યાં નિવૃત સૈનિકનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી તરફ તેમની પત્ની અને પુત્રીની સારવાર ચાલી રહી છે.
આ ઘટના કુલગામના બેહીબાગ વિસ્તારમાં બની હતી. મંજૂરની પત્નીનું નામ અમીના છે.પુત્રીનું નામ સાનિયા છે, સાનિયાની ઉંમર લગભગ 13 વર્ષની છે.
Next Article
Advertisement