For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આતંકવાદી અફઝલ ગુરુુનો ભાઇ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી લડશે

05:26 PM Sep 10, 2024 IST | Bhumika
આતંકવાદી અફઝલ ગુરુુનો ભાઇ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી લડશે
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આતંકવાદી અફઝલ ગુરુના નામે રાજકીય હોબાળો મચી ગયો છે. ઓમર અબ્દુલ્લાના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે, 2001 સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુના ભાઈએ જાહેરાત કરી છે કે તે વિધાનસભા ચૂંટણી લડશે. અફઝલ ગુરુના ભાઈનું નામ એજાઝ છે અને તેણે જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે સોપોરથી ઊભા રહેવાની જાહેરાત કરી છે.

સોપોરની બેઠક એક સમયે અલગતાવાદી નેતા અને જમાતના વિચારક સૈયદ અલી શાહ ગિલાનીનો ગઢ માનવામાં આવતી હતી. અફઝલ ગુરુના ભાઈ એઝાઝ કોઈપણ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી પરંતુ તેણે ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે અને તે અપક્ષ તરીકે ચૂંટણી લડશે, અહેવાલ મુજબ એઝાઝે કહ્યું, હું સોપોરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ.

Advertisement

જ્યારે દરેક જણ ચૂંટણી લડે છે તો હું કેમ ન લડું? મારી વિચારધારા મારા ભાઈથી અલગ છે. નવ મહિના પહેલા ખોટા કેસમાં પકડાયેલા મારા પુત્ર શોએબ સહિત જે યુવાનોને ખોટા કેસમાં પકડવામાં આવ્યા છે તેમના માટે હું લડત આપીશ. પશુપાલન વિભાગમાં કામ કરતા એજાઝે 2014માં વીઆરએસ લીધું હતું.

ઉલ્લેખનિય છે કે, 13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ પર હુમલાને અંજામ આપવામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને મદદ કરનાર અફઝલને ફેબ્રુઆરી 2013માં તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી હતી. આ પછી તેને દફનાવવામાં આવ્યો. આ આતંકવાદી હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા.

એજાઝે કહ્યું કે તે તેના ભાઈના નામ પર વોટ નહીં માંગે કારણ કે મારી વિચારધારા અલગ છે. હું માનું છું કે કાશ્મીરની જનતાને દરેક રાજનેતાએ દગો આપ્યો છે, કેટલાક ઓટોનોમીના નામે તો કેટલાકે આઝાદીના નામે. બધાએ કાશ્મીરની જનતા સાથે દગો કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement