For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશ્મીરમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, ત્રણ વિદેશી આતંકી ઠાર

04:59 PM Aug 13, 2024 IST | admin
કાશ્મીરમાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ  ત્રણ વિદેશી આતંકી ઠાર

ડોડા, ઉધમપુર અને કઠુઆ વિસ્તારમાં કાર્યરત હરામખોરોનો ઢાળિયો

Advertisement

જમ્મુ-કાશ્મીર માં આતંકવાદ સામે ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. ગંડોહમાં સેનાએ સફળ ઓપરેશન પાર પાડીને ત્રણ વિદેશી આતંકવાદીઓને ઠાર કર્યા છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ કરી અને તેના આધારે આતંકવાદીઓના મુખ્ય મોડ્યુલનો પર્દાફાશ થયો. આ આતંકી મોડ્યુલ તાજેતરની ઘૂસણખોરીમાં પણ સામેલ હતો. આ મોડ્યુલના કારણે ડોડા, ઉધમપુર અને કઠુઆના ઉપરના વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, આ મોડ્યુલના નેતાઓએ સરહદ પારથી આતંકવાદી ઓપરેટરો સાથે મળીને સાંબા-કઠુઆ સેક્ટરમાં મોટા પાયે આતંકવાદીઓની ઘૂસણખોરી કરી હતી. આ મોડ્યુલ દ્વારા આતંકવાદીઓને આશ્રય, ખોરાક અને અન્ય નાની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી. આ મોડ્યુલ દ્વારા, આતંકવાદીઓને ઉધમપુર-કઠુઆ-ડોડા જિલ્લાના પર્વતો અને જંગલોના ઉપરના ભાગમાં કૈલાશ પર્વતની આસપાસના વિસ્તારોમાં છુપાઈ જવાની તાલીમ આપવામાં આવી હતી અને તેમને આવવા-જવાના માર્ગો પણ જણાવવામાં આવ્યા હતા.

Advertisement

ઉધમપુર-કઠુઆ-ડોડા વચ્ચે આર્મી ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓએ ઉપરના વિસ્તારોમાં પહોંચવા અને સેનાથી બચવા માટે મોડ્યુલની મદદ પણ લીધી હતી. મોડ્યુલના સભ્યોએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે. જ્યારે આ મોડ્યુલના લીડરની ઓળખ મોહમ્મદ લતીફ ઉર્ફે હાજી લતીફ તરીકે કરવામાં આવી છે. મોડ્યુલના અન્ય 8 સભ્યોને દુશ્મન એજન્ટ તરીકે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

અખ્તર અલી, સદ્દામ, કુશાલ, નૂરાની, મકબૂલ, લિયાકત, કાસિમ દિન અને ખાદિમના નામ સામેલ છે.
જમ્મુ અને કાશ્મીર ના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે, આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી વિરોધી ગ્રીડને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાન પર આતંકવાદનું સ્પોટ હોવાનો આરોપ લગાવતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે તે (પડોશી દેશ) જમ્મુ અને કાશ્મીર માં શાંતિ અને સામાન્યતાને ખલેલ પહોંચાડવાના તેના પ્રયાસમાં ક્યારેય સફળ થશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement