બદ્રીનાથ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન…આખો પહાડ આવ્યો નીચે, જુઓ વિડીયો
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પાતાળ ગંગા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ ભૂસ્ખલનની ઘટના પાતાળ ગંગામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટનલની ઉપર બની હતી. જેના કારણે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી કોઈ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ભૂસ્ખલનનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પહાડનો મોટો ભાગ તૂટીને નીચે આવતો દેખાઈ રહ્યો છે. ભૂસ્ખલન બાદ રસ્તાના મોટા ભાગ પર માત્ર ધૂળના વાદળો જ દેખાતા હતા.
જોશીમઠ બદ્રીનાથ હાઈવે બંધ કરવો પડ્યો. અગાઉ પણ ચોમાસા દરમિયાન ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ચોમાસા દરમિયાન ઘણા પહાડોમાં તિરાડ જોવા મળે છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી, ભૂસ્ખલન અને કાટમાળને કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.
પહાડી વિસ્તારો ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કુમાઉથી ગઢવાલ સુધી દરેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે, કારણ કે આ પહેલા જે પ્રકારનો ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે તે ઉત્તરાખંડ માટે કોઈપણ રીતે સારો રહ્યો નથી. આ જ કારણ છે કે રાજ્ય સરકારથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધી તમામ લોકો એલર્ટ મોડ પર છે.