દિલ્હીમાં સાંસદોના ફલેટમાં ભયાનક આગ: જાનહાની નહીં
06:49 PM Oct 18, 2025 IST
|
Bhumika
Advertisement
દિલ્હીમાં ડો. બિશમ્બર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં મોટી આગ લાગી છે. આ ઇમારતમાં અનેક લોકસભા અને રાજ્યસભાના સાંસદો રહે છે. આ ઇમારત સંસદ ભવનથી માત્ર 200 મીટર દૂર આવેલી છે. આગની માહિતી મળતાં, ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂૂ કરી. કોઈ જાનહાનિ થઈ નથી.
Advertisement
આગને કારણે સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર ફાઇટર ઘટનાસ્થળે ખંતથી કામ કરી રહ્યા છે. આગ ઓલવવા માટે છ ફાયર એન્જિન અથાક મહેનત કરી રહ્યા છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ સાંસદો માટેના નવનિર્મિત 184 ફલેટનુન થોડા મહીનાઓ અગાઉ લોકાર્પણ કર્યું હતું.
Next Article
Advertisement