જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ભયંકર અક્સમાત: કાર ખીણમાં ખાબકતાં એક જ પરિવારના 5 બાળકો સહિત 8 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી ભયાનક અક્સમાતની ઘટના સામે આવી છે. જિલ્લાની નજીક સિમથાન-કોકરનાગ રોડ પર એક આ અકસ્માત સર્જાયો હતો. અનંતનાગમાં કાર ખીણમાં ખાબકતાં એક જ પરિવારના 8 લોકોના મોત થયાં હતા જેમાં 5 બાળકો પણ સામેલ હતા. આ કાર પોલીસકર્મીની હતી સિમથાન-કોકરનાગ રોડ પર વળાંક પર સરકી જતાં કાર ખીણમાં ખાબકી હતી જેમાં એક પોલીસકર્મી, બે મહિલાઓ અને 5 બાળકોના મોત થયાં હતા. કારમાં સવાર તમામ લોકો કિશ્તવાડથી આવી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના દક્ષમ વિસ્તાર પાસે આજે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં એક વાહન પલટી જવાથી 8 લોકોના મોત થયા હતા. આ 8 લોકોમાંથી બે સગીર હતા. અધિકારીઓએ જણાવ્યું કે, JK03H 9017 રજીસ્ટ્રેશન ધરાવતી કાર સિમથાન-કોકરનાગ રોડ દોડી રહી હતી અચાનક ચાલકે કાબુ ગુમાવતાં કાર રોડ પરથી સરકીને ખીણમાં પડી ગઈ હતી જેમાં ઘટનાસ્થળે બધાના મોત થયાં હતા.
આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે, કારમાં એક જ પરિવારના 8 લોકો હતા, જેમાં 5 બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેની સાથે એક વ્યક્તિ પણ હતી. આ પરિવાર કિશ્તવાડથી આવી રહ્યો હતો. આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.