તેલંગણાનો રંગારેડ્ડી દેશનો સૌથી સમૃધ્ધ જિલ્લો
માથાદીઠ આવક 11.46 લાખ, બીજા નંબરે હરિયાણાનો ગુરૂગ્રામ જીલ્લો, ટોપ-10માં અમદાવાદનો પણ સમાવેશ
ઈકોનોમિક સર્વેના રિપોર્ટ અનુસાર, તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો જાહેર થયો છે.
પ્રતિ વ્યક્તિ સકલ ઘરેલું ઉત્પાદન (GDP)ના મામલે આ જિલ્લાએ દેશના અન્ય વિકસિત શહેરોને પણ પાછળ છોડી દીધા છે. રંગારેડ્ડીની પ્રતિ વ્યક્તિ GDP ₹11.46 લાખ થી પણ વધારે નોંધાઈ છે.
રંગારેડ્ડી જિલ્લા પછી આ યાદીમાં બીજા ક્રમે હરિયાણાનો ગુરુગ્રામ જિલ્લો આવે છે, જેની પ્રતિ વ્યક્તિ GDP ₹9.05 લાખ છે. ત્રીજા સ્થાને કર્ણાટકનું બેંગ્લોર શહેર અને ચોથા સ્થાને ઉત્તર પ્રદેશનો ગૌતમ બુદ્ધ નગર, એટલે કે નોઇડા, આવે છે. ટોચના 10માં ગુજરાતના અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓનો સમાવેશ
સપ્રદ વાત એ છે કે દેશની રાજધાની દિલ્હીનો કોઈ જિલ્લો ટોપ 10માં નથી, પરંતુ એનસીઆર વિસ્તારના બે જિલ્લા (ગુરુગ્રામ અને નોઇડા) સામેલ છે.
રંગારેડ્ડી જિલ્લો ટોચના સ્થાને રહે તે પાછળ ત્યાંની આર્થિક પ્રવૃત્તિઓ મુખ્ય છે. આ જિલ્લામાં આવેલા ટેક પાર્ક, બાયોટેક અને ફાર્મા કંપનીઓ મુખ્ય યોગદાન આપી રહી છે.
આ ઉપરાંત, તેની ઉત્તમ કનેક્ટિવિટી અને અન્ય અનુકૂળ પરિબળોએ મળીને જિલ્લાને રોજગારની તકો વધારવામાં અને અભૂતપૂર્વ સમૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. નિષ્ણાતોના મતે, આ જિલ્લો પરંપરાઓ અને આધુનિક વિશ્વના સંગમનું ઉત્તમ ઉદાહરણ છે.
અમીરીના મામલે ટોચના 10 જિલ્લાઓની વાત કરીએ તો, પાંચમા ક્રમે હિમાચલ પ્રદેશનો સોલન, છઠ્ઠા ક્રમે ઉત્તર અને દક્ષિણ ગોવા આવે છે. ટોપ 10માં ગુરુગ્રામ, નોઇડા અને અમદાવાદ પણ સામેલ છે.
ત્યારબાદ સિક્કિમના ગેંગટોક, નામચી, મેંગન અને ગ્યાલસિંગ જિલ્લાઓ, કર્ણાટકનો દક્ષિણ મુંબઈ, મહારાષ્ટ્રનો મુંબઈ અને ગુજરાતના અમદાવાદ જિલ્લાનો પણ આ પ્રતિષ્ઠિત રેન્કિંગમાં સમાવેશ થાય છે. અમદાવાદનો સમાવેશ ગુજરાતની મજબૂત વ્યાપારિક સ્થિતિ અને ઔદ્યોગિક વિકાસને દર્શાવે છે.
