For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તેલંગણાના સ્પીકર નક્કી કરે તેમણે નવુ વર્ષ કયાં ઉજવવું: તિરસ્કારની નોટિસ સાથે સુપ્રીમની ટકોર

05:36 PM Nov 18, 2025 IST | admin
તેલંગણાના સ્પીકર નક્કી કરે તેમણે નવુ વર્ષ કયાં ઉજવવું  તિરસ્કારની નોટિસ સાથે સુપ્રીમની ટકોર

સુપ્રીમ કોર્ટના CJI BR ગવઈ એ નિવૃત્તિ પહેલા કડક વલણ અપનાવ્યું છે. તેલંગાણા BRS ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસની સુનાવણી કરતી વખતે, ગવઈએ કહ્યું કે વિધાનસભાના સ્પીકરે નક્કી કરવું જોઈએ કે તેઓ નવું વર્ષ ક્યાં ઉજવવા માંગે છે. ગવઈએ કહ્યું કે અયોગ્ય ધારાસભ્યો પર નિર્ણય આગામી અઠવાડિયામાં લેવો જોઈએ, નહીં તો સ્પીકરે અવમાન માટે તૈયાર રહેવું જોઈએ. આ ટિપ્પણી સાથે, સુપ્રીમ કોર્ટે સ્પીકરને અવમાન નોટિસ જારી કરી. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં વિલંબને ઘોર અવમાન ગણાવ્યો. સીજેઆઇ ગવઈનો કાર્યકાળ ફક્ત 24 નવેમ્બર સુધીનો છે.સીજેઆઇએ કહ્યું, અમે પહેલાથી જ એવું માન્યું છે કે સ્પીકરને કોઈ બંધારણીય રક્ષણ નથી. મુખ્ય ન્યાયાધીશ BR ગવઈએ BR નેતા KTR દ્વારા દાખલ કરાયેલ અવમાન અરજીની સુનાવણી કરતી વખતે આ સનસનાટીભરી ટિપ્પણી કરી. ત્રણ મહિનાની સમયમર્યાદા પૂરી થયા પછી કેટીઆરએ સ્પીકર સામે અવમાન અરજી દાખલ કરી હતી.

Advertisement

કોંગ્રેસમાં જોડાયા ત્યારથી બીઆરએસ ધારાસભ્યોના સભ્યપદ અંગેનો નિર્ણય સ્પીકર પાસે પેન્ડિંગ છે. સ્પીકરની ઓફિસે મુદત વધારવા માટે બીજી અરજી દાખલ કરી. મુખ્ય ન્યાયાધીશની બેન્ચે બંને અરજીઓની એકસાથે સુનાવણી કરી. નોંધનીય છે કે ગયા અઠવાડિયે, કોલકાતા હાઇકોર્ટે ભાજપના ચૂંટાયેલા મુકુલ રોયને ટીએમસીમાં જોડાવા માટે ગેરલાયક ઠેરવ્યા હતા.સુપ્રીમ કોર્ટની બેન્ચે વિધાનસભાના સ્પીકરને ત્રણ મહિનામાં ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના 10 ધારાસભ્યોના ગેરલાયકાત કેસનો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે તે 10 બીઆરએસ ધારાસભ્યો સામે ગેરલાયકાત અરજીઓનો નિર્ણય લેવાના નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેલંગાણા વિધાનસભા સ્પીકરને અવમાન નોટિસ જારી કરી છે. તેલંગાણા વિધાનસભાના સ્પીકર ગદ્દમ પ્રસાદ કુમાર છે. તેમણે હજુ સુધી સુપ્રીમ કોર્ટની નોટિસનો જવાબ આપ્યો નથી. તેઓ 14 ડિસેમ્બર, 2023 ના રોજ સ્પીકર બન્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement