For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોગસ કીટનાશક રેકેટ ચલાવતા મુખ્ય સુત્રધારની ધરપકડ કરતી તેલંગણા પોલીસ

05:15 PM Jun 14, 2025 IST | Bhumika
બોગસ કીટનાશક રેકેટ ચલાવતા મુખ્ય સુત્રધારની ધરપકડ કરતી તેલંગણા પોલીસ

તેલંગાણા પોલીસને એક મોટી ઘટનાનો પર્દાફાશ કરતાં રાજેન્દ્ર ચેચાની કે જેને રાજૂ ચેચાની નામથી જાણીતો હતો તેની ધરપકડ કરી છે.રાજેન્દ્ર ચેચા ઉર્ફે રાજૂ ચેચા નકલી કીટનાશક રેકેટના મુખ્ય આરોપી પૈકીનો એક છે.પોલીસ વિભાગે સ્થાનિક પોલીસ અધિકારીઓની મદદથી હાથ ધરેલા અભિયાનમાં28,મે2025ના રોજ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના બસ્સી ગામ સ્થિત તેના ફાર્મહાઉસમાંથી તેની ધરપકડ કરી હતી.

Advertisement

આ ઘટના પ્રકાશમાં આવી તે ભારતના કૃષિ ક્ષેત્રમાં નકલી કીટનાશકોના વધી રહેલા જોખમને પ્રગટ કરે છે,જ્યાં નિર્દોષ અને ભોળા ખેડૂતો ઘણી વખત આ પ્રકારના ઉલ્લંઘનકર્તઓ દ્વારા નકલી/બનાવટી ઉત્પાદનોથી છેતરપિંડીનો ભોગ બને છે.આ નકલી રસાયણો કે જે અસલી બ્રાન્ડની જેમ પેક કરવામાં આવે છે તેના હાનિકારક અથવા દુષ્પ્રભાવ ઉપજાવે તેવા તત્વોને લીધે કૃષિ પાકને નુકસાન પહોંચાડે છે અને ઉત્પાદન ઘટી જાય છે.તાજેતરમાં થયેલી આ ધરપકડથી અનેક રાજ્યોમાં ફેલાયેલ નકલી એગ્રોકેમિકલ સપ્લાઈ ચેઈનને તોડવામાં મહત્વની સફળતા મળે તેવી આશા છે.

ચેચાની પર આરોપ છે કે છેલ્લા સાત વર્ષથી પણ વધુ સમયથી એક સુઆયોજીત રીતે ગેરકાયદેસર અને ગેરકાનૂની નેટવર્ક ચલાવી રહ્યો હતો અને ભારતના11થી પણ વધારે રાજ્યોમાં રહેલા તેના સાગરીતોના માધ્યમથી સમગ્ર દેશમાં નકલી કીટનાશકોનું ઉત્પાદન અને વિતરણ કરી રહ્યો હતો.તે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સક્રિય રહેલા સહયોગીઓના એક વિશાળ નેટવર્કના માધ્યમથી પ્રતિષ્ઠિત કૃષિ-રસાયણ કંપનીઓના લેબલ લગાવી નકલી ખાતરનો સપ્લાઈ કરતા હતા.

Advertisement

તપાસમાં જાણવા મળ્યું હતુ કે ચેચાની મહેશ્વરી સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ્સ નામથી બસ્સીમાં દુકાન ચલાવતો હતો.તે દેશભરમાં રહેલા વિવિધ સહયોગીઓને પેકેજીંગ સામગ્રી અને તૈયાર નકલી ઉત્પાદનોનો મુખ્ય સપ્લાયર હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement