ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તેલંગાણાના મુખ્યમંત્રી ગુજરાત મોડેલના આશિક: કોંગ્રેસ નેતાગણના પેટમાં ફાળ

11:15 AM Mar 05, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

એકબાજુ કોંગ્રેસ નેતા રાહુલગાંધી અને અન્ય નેતાગણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનની અને તેમની નીતિઓની ટીકા કરવા સાથે ગુજરાત મોડેલ સામે અવારનવાર સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે મહત્વના ઘટનાક્રમમાં તેલંગાણાના કોંગ્રેસી મુખ્ય પ્રધાને જુદો રાગ આલાપતા રાજકીય વિશ્ર્લેષકો લોકસભાની ચુંટણી પછી નવાજુની થવાની આગાહી કરી રહ્યા છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોટા ભાઈ ગણાવ્યા છે અને કહ્યું છે કે જો તેલંગાણાનો વિકાસ કરવો હોય તો તેણે ગુજરાત મોડલને અનુસરવું પડશે.

Advertisement

રેડ્ડીએ સોમવારે કહ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકાર સામે લડશે નહીં કારણ કે તેમણે તેલંગાણા રાજ્યના વિકાસમાં મદદ કરવા માટે પીએમ મોદીનો ટેકો માંગ્યો હતો.રેડ્ડીએ કહ્યું કે તેલંગાણા પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના વડા પ્રધાનના સપનાને સાકાર કરવામાં હાથ મિલાવવા માંગે છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે હૈદરાબાદ અને તેલંગાણા દેશના વિકાસમાં કેન્દ્રને મદદ કરશે કારણ કે તેમણે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ભંડોળની વિનંતી કરી હતી.પીએમ મોદી લોકસભા ચૂંટણી 2024 પહેલા તેલંગાણાના પ્રવાસે છે. તેમણે ગઇકાલે તેલંગાણાના આદિલાબાદમાં રૂૂ. 56,000 કરોડથી વધુના મૂલ્યની 30 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.

Tags :
indiaindia newsTelanganaTelangana Chief MinisterTelangana news
Advertisement
Advertisement