14 ટકા યાદવ વોટ સામે 52 ટિકિટ આપી તેજસ્વી ઉંધેકાંધ પટકાયા
બિહારમાં ચાચા નીતિશ અને ભતીજા તેજસ્વી યાદવના ઈલેકશન વોરમાં ભાજપ કદાવર પહેલવાન સાબિત
મુખ્યમંત્રી બનવા સહયોગી પાર્ટીઓને જરૂર કરતાં વધુ બેઠકો આપવાની ભૂલ ભારે પડી
બિહારની ચૂંટણીમાં લાલ ુપ્રસાદની પાર્ટી આર.જે.ડી.અને કોંગ્રેસ સહિત મહાગઠબંધનનો સફાયો થઈ ગયો છે અને એનડીએને બે તૃતિયાંસ કરતાં પણ તોતીંગ બહુમતી મળી છે. લાંબા સમય બાદ તેજસ્વી યાદવનો ગઢ પણ ધરાશાયી થઈ ગયો છે ત્યારે ચાચા નીતિશકુમારને હરાવી મુખ્યમંત્રી બનવાના સ્વપ્ના જોતા ભતીજા તેજસ્વી યાદવે કયાં થાપ ખાધી ? તે અંગે અનેક કારણો સામે આવી રહ્યાં છે. આ ઈલેકશનવોરમાં ભાજપ કદાવર પહેલવાન સાબિત થયું છે.
આ હારનું મુખ્ય કારણ આરજેડી દ્વારા 52 યાદવ ઉમેદવારોને ટિકિટ આપવી ખોટો નિર્ણય સાબિત થયો. આ નિર્ણય ન માત્ર જાતિવાદી છબીને મજબૂત કરી, પરંતુ બિન-યાદવ મતબેંકને દૂર કરી. બિહારની રાજનીતિ જાતિ પર ટકેલી છે, જ્યાં યાદવ વસ્તી (14 ટકા) આરજેડીની કોર વોટ બેંક છે, પરંતુ 52 ટિકિટ યાદવોને આપવી જનતાને યાદવ રાજની ગંધ આવવા લાગી. જેના કારણે અન્ય જાતિઓ મહાગઠબંધનથી દૂર થઈ ગઈ.
તેજસ્વી યાદવની રણનીતિમાં સૌથી મોટી ચૂક પોતાના સહયોગીઓ કોંગ્રેસ, વામ દળો અને નાની પાર્ટીઓને સાથે બરાબરનું મહત્વ આપવાની રહી. શીટ શેરિંગ વિવાદે ગઠબંધનને નબળું પાડ્યું અને તેજસ્વીના આરજેડી સેન્ટ્રિક અપ્રેચે વિપક્ષને વિભાજીત કર્યું. તેનાથી ન માત્ર વોટ ટ્રાન્સફર ફેલ થયું, પરંતુ એનડીએને મજબૂત દેખાવાની તક પણ મળી છે.
કોંગ્રેસે ગેરંટી મેનિફેસ્ટો પર ભાર આપ્યો, પરંતુ તેજસ્વીએ નોકરીને પ્રાથમિકતા આપી, જે સહયોગીઓને ન ગમ્યું. એટલું જ નહીં તેજસ્વીએ મહાગઠબંધનના ઘોષણાપત્રનું નામ પણ તેજસ્વી પ્રણ રાખી બધાને પાછળ કરી દીધા. તેજસ્વીએ પ્રચારમાં સહયોગીઓને બેકસીટ પર રાખ્યા. રેલીઓમાં રાહુની તસવીરો ઓછી, તેજસ્વીની વધુ જોવા મળી.
તેજસ્વી યાદવની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે અનેક વચનો આપ્યા હતા પરંતુ કોઈ નક્કર બ્લુપ્રિન્ટ આપવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે દરેક ઘર માટે સરકારી નોકરી, પેન્શન, મહિલા સશક્તિ કરણ અને દારૂૂબંધીની સમીક્ષાનું વચન આપ્યું હતું, પરંતુ ભંડોળનો અભાવ, અમલીકરણ યોજના અથવા સમયબદ્ધ બ્લુપ્રિન્ટે મતદારોમાં અવિશ્વાસ પેદા કર્યો હતો. તેમની 100 થી વધુ રેલીઓ અને મજબૂત સોશિયલ મીડિયા હાજરીએ પાસવાન વોટને મજબૂત બનાવ્યા, જે દલિત સમુદાય (16%) નો નોંધપાત્ર ભાગ છે. પારસ જૂથ (છકઉંઙ) હોવા છતાં, ચિરાગે કોઈપણ મત વિભાજન અટકાવ્યું. એટલું જ નહીં, તેઓ આજે એકમાત્ર નેતા તરીકે ઉભરી આવ્યા છે જેમની પાસે તેમના વોટ અન્ય પક્ષોને ટ્રાન્સફર કરવાની ક્ષમતા છે. પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે ચિરાગના વોટ સફળતાપૂર્વક ઉંઉઞ અને ઇઉંઙ બંનેને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
તેઓ દરેક ઘર માટે સરકારી નોકરીઓના મુદ્દા પર સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. તેઓ દરરોજ કહેતા રહ્યા કે બ્લુપ્રિન્ટ આગામી બે દિવસમાં બહાર આવશે. પરંતુ ચૂંટણી પછી પણ, તે દિવસ ક્યારેય આવ્યો નહીં.
તેજસ્વીએ લાલૂના સામાજિક ન્યાયના એજન્ડાને અપનાવ્યા, પરંતુ જંગલ રાજ છબીથી ડરી અંતર બનાવ્યું. પોસ્ટરમાં લાલૂને ખૂણામાં રાખવા તેમનું અપમાન વધુ હતું.
મુસ્લિમ મૈત્રીપૂર્ણ છબી પણ નડી
મહાગઠબંધનની ‘મુસ્લિમ-મૈત્રીપૂર્ણ’ છબી તેજસ્વી યાદવની હારનું મુખ્ય કારણ બની. મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર આરજેડી અથવા મહાગઠબંધનના અન્ય સાથીઓ માટે વિજય શક્ય હતો, પરંતુ તે રાજ્યભરમાં નુકસાનકારક હતો. ઘણી જગ્યાએ, આરજેડીએ યાદવ સમુદાયનો મત હિસ્સો ગુમાવ્યો. તેજસ્વી યાદવ સત્તામાં આવ્યા તો બિહારમાં વક્ફ બિલ લાગુ નહીં કરવાના વચનને ઘણા યાદવોએ સારી રીતે સ્વીકાર્યું ન હતું. ભાજપે વક્ફ બિલના અત્યાચાર વિરુદ્ધ સંસદમાં લાલુ યાદવના ભાષણને ખૂબ વાયરલ કર્યું અને તેનો ફાયદો તેને મળ્યો.